બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
લૂંટરી દુલ્હન ત્રણ લાખનો ચુનો લગાવી ઉડન છૂ..! પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા

પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈ રૂ.2.51લાખ રિકવર કરી ફરિયાદીને પરત કરી
સમાજમાં પુત્રના મોહમાં સ્ત્રી જન્મ દર ઘટતો જતો હોઈ કન્યા ઓની અછત વર્તાઈ રહી છે. જેને લઈને લગ્ન વાંચ્છુક મુરતિયાઓને કન્યાઓ મળતી નથી. જેનો લાભ લૂંટરી દુલ્હનો લઈ રહી છે. જેની પ્રતીતિ કરાવતા બનાવતો બનાવ વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં લૂંટેરી દુલ્હન એક મુરતિયાને લગ્નની લાલચ આપી રૂ.3 લાખનો ચુનો લગાવ્યો હતો. જે ગુનામાં પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈ રૂ.2.51 લાખની રકમ રિકવર કરી ફરીયાદીને પરત કર્યા હતા.
ફિલ્મી પટકથા જેવી સ્ટોરીમાં વડગામ પંથકનો એક લગ્ન વાંચ્છક યુવકને લગ્નની લાલચ આપી આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યું હતું. જેઓએ કિંજલ ઉર્ફે આયુષી નામની છોકરીના આ મુરતિયા સાથે ફેરા ફેરવી લગ્નનું તરકટ રચ્યું હતું. રૂ.ત્રણ લાખ લઈ લગ્ન કરનારી યુવતી કિંજલને લગ્ન બાદ ઘરે પરત બોલાવી લઈ આરોપીઓએ ફોન સ્વીચ ઓફ કરી દઈ ઘરનું સરનામું બદલી લગ્ન વાંચ્છુક યુવક સાથે ઠગાઈ કરી છેતરપિંડી આચરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન તળે આ ગુનાની વડગામ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. જેઓની પાસેથી છેતરપિંડી કરેલી રકમ પૈકી રૂ.2.51 લાખની રકમ રિકવર કરી ફરિયાદીને પરત કરી પોલીસે તેરા તુજકો અર્પણની ભાવનાને સાર્થક કરી બતાવી હતી.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#vadgam#police investigation#Banaskantha District#Criminal Conspiracy#Gujarat Crime News#Marriage Fraud#Robber Bride Scam#Vadgam Police Action#Fraudulent Marriage#3 Lakh Scam#Recovered Amount#Compensation to Victim#Cultural Pressures#Five Accused Arrested
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
19 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
