સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા સાબરડેરી સામે વિરોધનો દોર શરૂ થયો છે. પશુપાલકોની માગણી છે કે દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરવામાં આવે. આ વિરોધ દરમિયાન હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર ગામના પશુપાલકોએ અનોખી રીતે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે દૂધને વ્યર્થ વહેવડાવવાને બદલે તેનો સદઉપયોગ કરવાનું નક્કી કર્યું. રાજેન્દ્રનગર ગામની ડેરીના સભ્યોએ દૂધને કોથળીઓમાં ભરી ટ્રેક્ટર ટ્રોલીમાં લઈ નેશનલ હાઈવે પર પહોંચ્યા. અહીં તેમણે પસાર થતા ટ્રક ચાલકો, અન્ય વાહન ચાલકો અને મુસાફરોને મફત દૂધનું વિતરણ કર્યું. આ અગાઉ બંને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી દૂધ મંડળીઓએ સાબરડેરીમાં દૂધ ન ભરાવીને વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક સ્થળોએ પશુપાલકોએ દૂધની નદીઓ વહેવડાવી હતી.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરકાંઠા; પશુપાલકોએ અનોખી રીતે અવાજ ઉઠાવ્યો ચાલકો અને મુસાફરોને મફત દૂધનું વિતરણ કર્યું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Community Action#Local Economy#Livestock Farmers#Himmatnagar Taluka#Support for Farmers#Agricultural Advocacy#Sabarkantha Protests#Milk Price Demand#Dairy Industry Issues#Free Milk Distribution#National Highway Outreach#Sabarderi Controversy#Unique Protest Methods
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
3 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
1 અઠવાડિયા પહેલા
