રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના એરોમા સર્કલથી હનુમાન ટેકરી સુધીનો રોડ તૂટી જતાં ભુવો પડ્યો

પાલનપુરના એરોમા સર્કલથી હનુમાન ટેકરી સુધીનો રોડ તૂટી જતાં ભુવો પડ્યો

પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે અને તેને જોડતા માર્ગોની સ્થિતિ દિવસે-દિવસે કથળી રહી છે. હનુમાન ટેકરીથી એરોમા સર્કલ સુધીના માર્ગ પર સ્વસ્તિક સ્કૂલની બાજુમાં રોડ તૂટી જવાથી મોટો ભૂવો પડ્યો છે. આ માર્ગ રાજસ્થાનને જોડતો હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ચિંતાની બાબત એ છે કે આ માર્ગ પર અનેક શાળાઓ આવેલી છે અને સેંકડો વિદ્યાર્થીઓ રોજ અવરજવર કરે છે. વરસાદને કારણે રસ્તા પર પડેલા ખાડાઓથી લોકોમાં અકસ્માતની ભીતિ સેવાય રહી છે. સ્થાનિક રહીશોની માંગ છે કે જિલ્લા કલેક્ટર સંબંધિત વિભાગને તાત્કાલિક માર્ગનું સમારકામ કરવા અને ખાડા પુરવા આદેશ આપે. જોખમી બનેલા આ માર્ગ પર તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, જે ચિંતાનો વિષય છે.તેવો રોષ રહીશોએ ઠાલવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર