રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ અને સિદ્ધપુર કેન્દ્રો પર શાંતિ પુણૅ માહોલમાં મહેસૂલી તલાટી વર્ગ-૩ ની પ્રાથમિક પરિક્ષા લેવાઈ

પાટણ અને સિદ્ધપુર કેન્દ્રો પર શાંતિ પુણૅ માહોલમાં મહેસૂલી તલાટી વર્ગ-૩ ની પ્રાથમિક પરિક્ષા લેવાઈ
૧૩ હજાર જેટલા ઉમેદવારોએ ૪૩ પરીક્ષા કેન્દ્રો પર પરિક્ષા આપી; ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે મહેસૂલી તલાટી વર્ગ-૩ ની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યના ૨૩ જિલ્લાઓમાં લેવાયેલ આ પરીક્ષા પાટણ અને સિદ્ધપુર શહેરમાં પણ ૧૩ હજાર જેટલા ઉમેદવારોએ ૪૩ પરીક્ષા કેન્દ્રો શાંતિ પુણૅ માહોલમાં પરિક્ષા આપી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું. બપોરે ૨ થી સાંજે ૫ વાગ્યા સુધીના સમય દરમિયાન આયોજિત આ પરિક્ષામાં  ઉમેદવારોને બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો.પરીક્ષા કેન્દ્રો પર કોલ લેટર ચકાસણી, બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફ્રિસ્કિંગની પ્રક્રિયા બાદ પ્રવેશવા દેવામાં આવ્યા હતા. બપોરે ૧-૪૫ કલાકે વોર્નિંગ બેલ વાગ્યે ઓએમઆર શીટનું વિતરણ શરૂ કરાયું હતું અને બપોરે ૨ વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો ન હતો. પરીક્ષા કેન્દ્રો પર પરિક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન બને તે માટે જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટર કચેરીનો સ્ટાફ તૈનાત રહ્યો હતો.તો સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર પરિવહનની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર