પાલનપુર નગરપાલિકામા જન્મ મરણના દાખલા મેળવવા નાગરિકોને ભારે હાલાકી

દાખલા મેળવવા અરજદારોને લાઈનમાં ઉભા રહેવાની નોબત
પાલનપુર નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવા પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દિવસના 50 થી 100 લોકોને દાખલો લીધા વગર ઘરે જવાની નોબત આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકામાં જન્મ મરણના દાખલાનું સોફ્ટવેર દોઢથી બે મહિના જેટલો સમય ટેકનિકલ કારણોસર બંધ રહ્યું હતું. આટલા લાંબા સમય બાદ નગર પાલિકામાં જન્મ મરણના દાખલાનું પોર્ટલ ફરી શરૂ થતા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વળી દાખલાના સોફ્ટવેરમાં બદલાવ આવતા પહેલા જે ફોર્મ એકથી બે મિનિટમાં ભરીને દાખલો નીકળતો હતો તેની જગ્યાએ હવે તે જ દાખલો કાઢવા માટે એક અરજદારને દસ મિનિટ જેટલો સમય લાગે છે.
જેના લીધે દિવસમાં 150 થી 200 દાખલા નીકળતા હતા તે ઘટીને 50 થી 60 દાખલા નીકળી રહ્યા છે. તેમાં પણ જો સર્વરની સમસ્યા સર્જાય તો દાખલો લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. પાલનપુર નગરપાલિકા દ્વારા દરરોજ 80 થી 100 જેટલા ટોકન આપવામાં આવે છે. પણ નાગરિકો દ્વારા વધુ કર્મચારીઓ ફાળવીને ઝડપથી દાખલા મળે તે માટે માંગ કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા ટોકન લઈને વેઇટિંગ એરિયામાં બેસી ટોકન નંબર આવે એ પ્રમાણે દાખલા કઢાવવા માટે સિવિક સેનેટર બનાવવામાં આવ્યું હતું પરંતુ નગરજનો બીજો કોઈ પહેલો અંદર ના આવી જાય તે ડરથી બહાર લાઈનમાં કલાકો સુધી ઊભા રહીને દાખલા મેળવવાની નોબત આવી છે. ત્યારે ટોકન માટે સિવિક સેન્ટરમાં ડિસ્પ્લે મૂકવામાં આવી છે પરંતુ તે ડિસ્પ્લેનો ઉપયોગ ફક્ત ઘર વેરો ભરવામાં લાંબી કતારો લાગે ત્યારે ઉપયોગ થાય છે. અને જન્મ મરણના દાખલા માટે ટોકન નંબરની બૂમો પાડીને બોલાવવા પડે છે. તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. નગરપાલિકામાં વિવિધ સુવિધા હોવા છતાં તેનો ઉપયોગ ના થતો હોવાની રાવ છે જેને લઈને નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજીની રાજસ્થાની ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, 2026ની નવી ડિઝાઇન્સ આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામમાં સરફરાજ ભંગારીના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તરખાટ મચાવતી હિપ્નોટાઇઝર ગેંગ પોલીસના સકંજામાં
3 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં એક જ દિવસમાં બે ટુ-વ્હીલર આગની ઝપેટમાં
3 દિવસ પહેલા
