મહેસાણાના શોભાસણ રોડ ખાતે આવેલી ડમ્પીંગ સાઈટ અને સૂચિત બાયો ગેસ પ્લાન્ટના કારણે સ્થાનિક રહેવાસીઓનું જીવન અસહ્ય બની ગયું છે. આ ડમ્પીંગ સાઈટથી ફેલાતી દુર્ગંધ અને પર્યાવરણીય પ્રદૂષણથી આસપાસના વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ ગયું છે. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાથી આ સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે, જે આ વિસ્તારના રહેવાસીઓ અને આવનારી પેઢીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અસહ્ય દુર્ગંધયુક્ત ડમ્પીંગ સાઈટ તેમજ સૂચિત બાયોગેસ પ્લાન્ટના આ અન્યાય સામે અવાજ ઉઠાવવા સહિત શુદ્ધ હવા અને સ્વચ્છ પર્યાવરણની માંગણી કરી સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા, શોભાસણ રોડના રહેવાસીઓ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શોભાસણ રોડમાં પુરુષો, મહિલાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત બાળકોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને પોતાનો વિરોધ શાંતિપૂર્ણ રીતે વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરતી આ રેલી ડમ્પીંગ સાઈટ સર્કલ, ગ્રીનગાર્ડન નાકાથી કલેકટર કચેરી સુધી યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવેલી આ રેલીમાં વિવિધ માંગણીઓ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે પૈકી શોભાસણ રોડ ખાતેની ડમ્પીંગ સાઈટને તાત્કાલિક હટાવવામાં આવે, સૂચિત બાયોગેસ પ્લાન્ટની યોજના આ વિસ્તાર માંથી રદ કરવામાં આવે, રહેણાંક વિસ્તારોમાં પર્યાવરણ અને સ્વાસ્થ્યની રક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી વિવિધ માંગ સાથે સ્થાનિક તંત્રને આવેદન આપવા માટે રેલી યોજવામાં આવી હતી.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણાના શોભાસણ રોડના રહીશો દ્વારા ડમ્પીંગ સાઈટ અને બાયોગેસ પ્લાન્ટના વિરોધમાં મૌન રેલી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#environmental justice#Environmental Concerns#Public Health Risks#Shobhasan Road Protests#Silent Rally#Local Residents’ Health#Dumping Site Issues#Proposed Biogas Plant Controversy#Pollution and Stench#Mehsana Local Issues#Waste Management Challenges#Government Response to Protests
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
6 દિવસ પહેલા
મહેસાણાખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઉત્તર ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવમાં ઊંઝા કોલેજનું ગૌરવ
1 અઠવાડિયા પહેલા
