રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શ્રી કડી નાગરિક સહકારી બેંકને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ₹૧૬.૩૦ લાખનો દંડ ફટકાર્યો

શ્રી કડી નાગરિક સહકારી બેંકને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ₹૧૬.૩૦ લાખનો દંડ ફટકાર્યો

મહેસાણા જિલ્લો આમ તો બેન્કિંગ ક્ષેત્રે ખૂબ નામના ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં સહકારી મંડળીઓથી માંડીને મોટી મોટી સહકારી બેંકો પણ આવેલી છે. ત્યારે મહેસાણા જિલ્લા સહિત બેંકિંગ નિયમોનું ઉલ્લંઘન કરનારી અનેક સહકારી બેંકો સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લાલ આંખ કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતની જાણીતી શ્રી કડી નાગરિક સહકારી બેંક સામે મોટી દંડાત્મક કાર્યવાહી કરતા રૂપિયા ૧૬.૩૦ લાખનો દંડ ફટકાર્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓ હેઠળ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૬ મે, ૨૦૨૬ના રોજ આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે બેંક દ્વારા એડવાન્સિસ (ધિરાણ) ના મેનેજમેન્ટ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું ન હતું. મુખ્યત્વે નીચે મુજબની ગંભીર બેદરકારી બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે તેના કનેક્ટેડ ગ્રાહકો (સંલગ્ન પક્ષો) માટે નક્કી કરવામાં આવેલી પ્રુડેન્શિયલ એક્સપોઝર લિમિટ (નિર્ધારિત ધિરાણ મર્યાદા) નું ઉલ્લંઘન કરીને લોન આપી હતી.બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી કેટલીક લોનના નાણાંનો અંતિમ ઉપયોગ (End-use) જે તે હેતુ માટે જ થઈ રહ્યો છે કે નહીં, તેની ખાતરી કરવામાં બેંક તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું.

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ કાર્યવાહી માત્ર બેંકિંગ નિયમોના પાલનની ખામીઓને કારણે કરવામાં આવી છે. આ દંડની અસર બેંક દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા કોઈ પણ વ્યવહાર કે ડિપોઝિટ પર પડશે નહીં. ગ્રાહકોના નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. સહકારી બેંકિંગ ક્ષેત્રમાં શિસ્ત જળવાઈ રહે તે માટે રિઝર્વ બેંક છેલ્લા કેટલાક સમયથી નિયમોના ઉલ્લંઘન બદલ નાની-મોટી સહકારી બેંકો સામે સતત કડક વલણ અપનાવી રહી છે, જેના ભાગરૂપે જ કડી નાગરિક સહકારી બેંક સામે આ પગલું ભરવામાં આવ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર