ચોમાસાના કારણે બિસ્માર થયેલા માર્ગોને યુદ્ધના ધોરણે મરામત કરવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં તલોદ-હરસોલ રોડ પર વરસાદના કારણે રસ્તામાં પડેલ ખાડાને કોલ્ડ મિક્ષ દ્વારા મરામત કરવામાં આવી છે. આ સાથે ખેડબ્રહ્માના પરોયા ખાતે અતિભારે વરસાદના કારણે બોક્ષ કન્વર્ટના એપ્રોચમાં ધોવાણ થયું હતું તેમજ પ્રોટેકશન વોલ તુટી જતા તેની મરામત કરી રાહદારીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. માર્ગો પર વાહન વ્યવહાર ખોરંભાય નહીં અને માર્ગ તેમજ વાહન વ્યવહાર માટે સાનુકૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં જ્યાં જ્યાં ખાડાઓ પડવાની સમસ્યા સર્જાઈ છે. ત્યાં માર્ગ મરામત અભિયાન અન્વયે સમારકામ કામગીરી બનતી ત્વરાએ થાય તે માટે બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરકાંઠા જિલ્લામાં બિસ્માર થયેલા માર્ગોને મરામતની કામગીરી કરાઈ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#KhedBrahma#Sabarkantha District#Traffic Management#Road Conditions#Pedestrian Safety#Infrastructure Maintenance#Road and Building Department#Road Repair#Pothole Repairs#Heavy Rain Impact#Monsoon Damage#Talod-Harsol Road#Cold Mix Technology#Road Repair Campaign
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
1 દિવસ પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
6 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
6 દિવસ પહેલા
