રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

RBI અમદાવાદ દ્વારા અંબાજીમાં NAMCABS 3.0 કાર્યશાળા યોજાઈ

RBI અમદાવાદ દ્વારા અંબાજીમાં NAMCABS 3.0 કાર્યશાળા યોજાઈ
MSME નાણાંકીય સહાય પર વિશેષ ભાર મુકાયો ભારતીય રિઝર્વ બેંક (RBI), અમદાવાદ કાર્યાલય દ્વારા અંબાજીમાં MSME નાણાંકીય સહાય પર કેન્દ્રિત NAMCABS 3.0 કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગર જિલ્લાઓના બેંક અધિકારીઓ એ ભાગ લીધો હતો. કાર્યશાળાના મુખ્ય વક્તા અમરેશ રંજન, પ્રાદેશિક નિયામક, RBI અમદાવાદ રહ્યા હતા. તેમણે MSME ક્ષેત્રને ભારતીય અર્થવ્યવસ્થાની રીઢ ગણાવતા જણાવ્યું કે તે GDPમાં અંદાજે 30 ટકા અને નિકાસમાં 48 ટકા યોગદાન આપે છે તેમજ 63 મિલિયન એકમો દ્વારા 110 મિલિયનથી વધુ લોકોને રોજગાર આપે છે.તેમણે જણાવ્યું કે MSME વર્ગીકરણ માટેની રોકાણ અને ટર્નઓવર સંબંધિત નવી મર્યાદાઓ 1 એપ્રિલ 2025થી અમલમાં આવી છે, જેના કારણે પ્રાથમિકતા ક્ષેત્ર ધિરાણ (PSL) ના લક્ષ્યો હાંસલ કરવામાં તથા ₹500 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા ઉદ્યોગોને વધુ સારી ધિરાણ સુવિધા પૂરી પાડવામાં મદદ મળશે. આ પગલાથી મૂડી ખર્ચ, કાર્યકારી મૂડી, નાણાં પ્રવાહમાં સુધારો અને એનપીએ માં ઘટાડો થશે. રંજનએ જણાવ્યું હતું કે, MSME ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા બેંકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને સમયસર ધિરાણ, સલાહકાર સેવાઓ તથા સરકારી યોજનાઓમાં સક્રિય ભાગીદારી જરૂરી છે. NAMCABS 3.0 અંતર્ગત આયોજિત ત્રિમાસિક કાર્યશાળાઓનો હેતુ બેંક અધિકારીઓને MSME ધિરાણ કામગીરી સંબંધિત કુશળતા અને સંવેદનશીલતા વિકસાવવાનો છે.તેમણે ગ્રાહક-કેન્દ્રિતતા પર ભાર મૂકતાં જણાવ્યું કે સહાનુભૂતિને બેંકિંગ પ્રક્રિયાનો અભિન્ન ભાગ બનાવવો જરૂરી છે. MSMEને માત્ર જોખમ તરીકે નહીં પરંતુ દીર્ઘકાલીન ભાગીદાર તરીકે જોવું, ક્રેડિટ ડેટાનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો અને CGTMSE/NCGTC જેવી ગેરંટી યોજનાઓનો અસરકારક ઉપયોગ કરવો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. સમાપનમાં તેમણે ડિજિટલ સાધનો, TReDS, અકાઉન્ટ એગ્રીગેટર તથા ફિનટેક ઉકેલો અપનાવી MSME ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહને વધુ મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યું હતું.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર