રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી ઝાપટા યથાવત : ચાર તાલુકામાં મધ્યમ વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી ઝાપટા યથાવત : ચાર તાલુકામાં મધ્યમ વરસાદ
જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંત સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : હવામાન નિષ્ણાત  રાજસ્થાન પર સાયક્લોનિક સીસ્ટમની અસર હેઠળ જિલ્લામાં વરસાદનું જોર વધશે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જવા પામ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટના અંત સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છેજેને લઈને હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે બનાસકાંઠા જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજસ્થાન રાજ્ય પર સર્જાયેલ સાયક્લોનિક સીસ્ટમ વધુ મજબૂત બનશે જેના કારણે આગામી સમયમાં  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં વધુ વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જેમાં શુક્રવારે ચાર તાલુકાઓમાં મધ્યમ વરસાદી ઝાપટાંઓ ચાલુ રહયા છે તો કેટલાક વિસ્તારોમાં ઉધાડ નિકળ્યો હતો બંગાળની ખાડી માંથી આવેલી વરસાદી સિસ્ટમ કચ્છથી પરથી પસાર થઇને હવે અરબ સમુદ્ર પર છે જેની અસર પણ ગુજરાત પર જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે અતિભારે વરસાદની શકયતા ઓછી છે. પરંતુ 25 ઓગસ્ટ બાદ ફરી એકવાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જે વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના ઉપરાંત રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાશે ત્યારે ફરી એકવાર ગુજરાત ના અનેક ભાગોમાં ઓગસ્ટના અંત સુધી ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે  છે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ અને રાજસ્થાન પર સર્જાનાર સાયક્લોનિક સીસ્ટમની અસર હેઠળ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમાં ૧૮ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો પરંતુ ત્યારબાદ વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જનાર નવી વરસાદી સિસ્ટમ અને રાજસ્થાન રાજ્યની આસપાસ સર્જાનાર સાયકોલોનીક સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી સમયમાં ફરી એકવાર ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ડીસા પંથકના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેતી પાકોને નુકસાન બનાસકાંઠા જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડ નો સૌથી વધુ ડીસા તાલુકામાં વરસાદ થયો છે જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા હતા અનેક ખેતરોમાં વરસાદી પાણી થી ભરાઈ રહેતા વાવેતર કરેલ ખેતીના પાકોને તેની અસર વર્તાઈ રહી છે ખેતરમાં પાણી પડયુ રહેતા ઉભા પાક ને નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે    

સંબંધિત સમાચાર