પાલનપુરના નેશનલ હાઇવે પર ભરાયેલ વરસાદી પાણી બીજા દિવસે પણ યથાવત

નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી છતી થઈ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વરસેલ વરસાદે શહેરમાં તારાજી સર્જી હતી. જ્યાં પાલનપુર શહેરના બિહારીબાગ નજીક આબુ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ જતાં હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. જ્યાં ઢીંચણ સમા પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવા મજબુર બનવું પડ્યું હતું. જોકે બીજા દિવસે પણ આ પાણીનો નિકાલ ન કરાતાં સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસના 100 મીટર વિસ્તારમાં જ નેશનલ હાઇવે પર ભરાયેલા પાણીનો નિકાલ ન કરી શકતા રહીશો અને વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Palanpur#National Highway#Traffic jam#Banaskantha District#Infrastructure Issues#National Highway Authority#Rainwater Accumulation#Abu National Highway
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
9 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
