બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસની શરૂઆત સાથે જ વરસાદે દસ્તક આપી છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવાર થી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. શ્રાવણ માસના સમાપન ટાણે આજે સવાર થી જ પાલનપુર શહેરમાં મેઘરાજાનું ધીમી ધારે આગમન થયું હતું. દિવસભર ઝરમર વરસાદી માહોલ સર્જાયો હતો. જેના લીધે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, પાલનપુર શહેરના રોડ પર ઠેરઠેર ખાડા પડી જતા વરસાદી પાણીના લીધે અવરજવર કરતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુર ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદનું આગમન થયું છે.આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ભાદરવા માસની શરૂઆતમાં જ મેઘરાજાની મહેર થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. વરસાદની આ શરૂઆત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વરસાદથી ખેતીના પાકને ફાયદો થશે અને ખેડૂતોની મહેનત સફળ થશે તેવી આશા જાગી છે.
પાલનપુરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત શ્રાવણના સમાપન ટાણે જામ્યો વરસાદી માહોલ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha District#Palanpur City#Pothole Problems#Crop Growth Conditions#Road Damage#Palanpur Rainfall#Farmer Relief#Megharaja Arrival#Weather & Seasonal Change#Shravan Month End#Bhadarva Month Onset#Agricultural Optimism
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
