બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ત્રણ થી છ મે વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

રાજ્યમાં આકરી ગરમી સાથે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે, રાજ્યમાં 3 થી 6 મે વચ્ચે માવઠાની આગાહી કરવામા આવી છે, પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, 3 મે ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોએ આ પાકોની સુરક્ષા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી આવશ્યક છે. હવામાન વિભાગે ખેડૂતોને આ સમયગાળા દરમિયાન સતત સતર્ક રહેવાની સલાહ આપી છે.
ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું; હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યના 11 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે, સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર 45.4 ડિગ્રી, રાજકોટમાં 44.5 ડિગ્રી, અમરેલીમાં 43.8 ડિગ્રી, અમદાવાદમાં 43.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી, ડિસામાં 43.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.1 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, ભુજમાં 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#patan#Banaskantha#mehsana#sabarkantha#Aravalli#Dahod#Kutch#Meteorological Department#Gujarat Weather#Weather Conditions#Extreme Heat#Temperature Records#Rain Forecast#Heatwave Alert#Pre-Monsoon Activity#Farmer Advisory#Crop Protection#Kandla Airport#Statewide Forecast
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
13 મિનિટ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
15 મિનિટ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
