રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત

પાલનપુર હાઈવે પર સ્પા સેન્ટર ઉપર દરોડો : થાઈલેન્ડની 5 યુવતીઓ સહિત 7 ની અટકાયત

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય  પાલનપુરમાં સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોવાની બુમરાણ વચ્ચે પાલનપુર હાઈવે પર આવેલ ખાનગી મોલના ભોયરામાં પાર્કિંગની જગ્યાએ સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર ધંધા ઉપર એસ.ઓ.જી. શાખા પાલનપુર દ્વારા દરોડા પાડી થાઇલેન્ડની 5 યુવતીઓ સહિત 7 લોકોની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા હાઈવે પર આવેલા ઓશીયા મોલના નીચેના પાર્કિંગ વિસ્તારમાં “બ્લીસ બાર સ્પા” નામે સ્પા સેન્ટર ચલાવવામાં આવતું હતું. જ્યાં સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે રેડ કરી હતી.દરોડા દરમિયાન પોલીસે થાઈલેન્ડની 5 યુવતીઓને ઝડપી પાડી હતી. સાથે જ સ્પા સેન્ટર સંચાલન સાથે સંકળાયેલા બે ઈસમોની પણ અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

 આ સમગ્ર મામલે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર ૧૧૧૯૫૦૧૦૨૬૦/૨૦૨૬ હેઠળ ઇમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ ૧૯૫૬ ની કલમ ૩, ૪, ૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૪૩(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. દરમિયાન, અટકાયત કરાયેલી થાઈલેન્ડની યુવતીઓને જરૂરી કાર્યવાહી બાદ નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ સાંપડ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર