રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ26 મે, 2025| Super Admin

રાધનપુર નગરપાલિકા દ્વારા નાના નાના વેપારીઓને દબાણ હટાવવાના નામે પરેશાન કરાતા હોવાના આક્ષેપ ઉઠ્યા

રાધનપુર નગરપાલિકા દ્વારા નાના નાના વેપારીઓને દબાણ હટાવવાના નામે પરેશાન કરાતા હોવાના આક્ષેપ ઉઠ્યા
નાના વેપારીઓના સમુદાયે પાલિકા અને નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી; પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુરની નગર પાલિકા શહેરીજનોને રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા અને રખડતા ઢોરોની સમસ્યા માંથી આજદિન સુધી મુકત કરાવી શકી નથી. તો રાધનપુર નગર પાલિકા શહેરી જનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં પણ સદંતર નિષ્ફળ નિવડી હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ નિવડેલ રાધનપુર નગર પાલિકા દ્વારા શહેરમાં લારી,ગલ્લા અને શાકભાજી ના વ્યવસાય કરતા નાના-નાના વેપારીઓને અવાર નવાર દબાણ હટાવવાના નામે હેરાન પરેશાન કરતી હોવાના મામલે વાજ આવીગયેલા નાના નાના વેપારીઓના સમુદાયે સોમવારે રાધનપુર નગરપાલિકા અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત સાથે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ છેલ્લા કેટલાક સમયથી રાધનપુર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના નામે ફકત ને ફકત લારી,ગલ્લા અને શાકભાજી ના વ્યવસાય કરતા નાના-નાના વેપારીઓને જ હેરાન પરેશાન કરતી હોવાના આક્ષેપ વચ્ચે સોમવારે નાનાં નાનાં વેપારીઓના સમુદાયે નાના વેપારીઓને નગર પાલિકા દ્વારા હેરાન કરવાનું બંધ કરી કાયમી ધોરણે ભાડું નક્કી કરી જગ્યા ફાળવી  આપે તેવી માંગ સાથે નગરપાલિકા ના અધિકારી સહિત રાધનપુર ના નાયબ કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી આ મામલે યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

સંબંધિત સમાચાર