રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ કેનાલની સફાઈ માટે જનઆંદોલન: પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સહી ઝુંબેશ શરૂ

પાટણ કેનાલની સફાઈ માટે જનઆંદોલન: પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સહી ઝુંબેશ શરૂ

વિસ્તારના રહીશો સહિત રાહદારીઓ અને વાહન ચાલકો એ સહી ઝુંબેશ ને સમર્થન આપ્યું

પાલિકાને ભષ્ટ્રાચાર મુક્ત બનાવવા કોગ્રેસના ઉમેદવારોને વિજય બનાવવા આહવાન કરાયુ

એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટી દ્વારા મતદારોને આકર્ષવા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય અને સભા સરઘસો યોજી રહ્યા છે. ત્યારે વોડૅ નં-૭ ના રહીશો પોતાના વિસ્તારમાથી પસાર થતી કેનાલમાં ભરાયેલા ભૂગર્ભ ગટરના ગંદા પાણીની અસહ્ય દુગૅધની સમસ્યાને લીધે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિસ્તારમાં રહેતા રહીશો દ્રારા પાલિકા તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં આ કેનાલમાં ભરાઈ રહેલા ભૂગર્ભ ગટર ના પાણીનો નિકાલ નહિ કરતાં લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.

 શહેરના ટેલિફોન એક્સચેન્જ નજીક ની કેનાલમાં રેલાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણીના કારણે મચ્છર જન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ હોય આ સમસ્યાના નિરાકરણ માટે અને નધરોળ તંત્રની શાન ઠેકાણે લાવવાના ઉદેશ સાથે ગુરૂવારે પાટણ શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ લાલેશ ઠકકર દ્રારા  કેનાલ માગૅ પર સહી ઝુંબેશ સાથે કેનાલની સફાઈ મામલે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 

આ સહી ઝુંબેશ દરમિયાન આ વિસ્તારના રહીશો સહિત માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો એ પણ પોતાની સહીઓ કરી આ સહી ઝુંબેશ કાર્યક્રમને સમર્થન આપતા શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ લાલેશ ઠકકરે વિસ્તારના લોકો સહિત રાહદારીઓ અને વાહન ચાલકો નો આભાર વ્યક્ત કરી આગામી સ્વરાજયની ચૂટણીમાં પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની સાથે ભષ્ટ્રાચાર મુક્ત પાલિકાનું સુકાન કોગ્રેસ ને સોપવા આહવાન કરી કોગ્રેસના ઉમેદવારો ને વોટ આપી - અપાવી વિજય બનાવવા અપીલ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર