રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરના આબુ હાઇવે પર જાહેર માર્ગ પર મોટો ભૂવો પડતા પ્રજાજનો પરેશાન

પાલનપુરના આબુ હાઇવે પર જાહેર માર્ગ પર મોટો ભૂવો પડતા પ્રજાજનો પરેશાન
અંડર ગ્રાઉન્ડ વીજ લાઇન માટે ખોદકામ કર્યા બાદ યોગ્ય સમારકામ ન થતા ભૂવો પડ્યો પાલનપુરમાં આબુ હાઇવે પર આવેલ મેઘા બંગ્લોઝ સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ પર મસ મોટા ભૂવો પડ્યો છે જેથી અહી  પસાર થતા લોકોમાં દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી હોઇ આ ભુવાનું સત્વરે સમારકામ કરવાની માંગ ઉઠવા પામી છે. પાલનપુર શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ વીજ લાઈનની કામગીરી માટે આડેધડ ખોદકામ કર્યા બાદ યોગ્ય સમારકામ કરવામાં ન આવતા હાલ ચોમાસાની સિઝનને લઇ અંડર ગ્રાઉન્ડ લાઇન પર ઠેર ઠેર ખાડા અને ભુવા પડ્યા છે. જેમાં આબુ હાઇવે પર આવેલ મેધા બંગ્લોઝ રોડ જતા માર્ગ પર ત્રણથી ચાર ફૂટ ઉંડો ભૂવો પડી ગયો છે. જોકે તાજેતરમાં જ અહી લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડ વચ્ચે જ મસ મોટો ભૂવો પડતા આ માર્ગે પસાર થતા લોકોને દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી હોઇ જવાબદાર તંત્ર દ્વારા આ ભુવાનું સમારકામ કરાવાવમાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.    
  • Beta
Beta feature
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર