ડીસાના ખરડોસણ નજીક આશાસ્પદ યુવકનું અજાણ્યા ટ્રકની ટક્કરે મોત

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : ખરડોસણ ગામ અને રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો
ડીસા તાલુકાના ખરડોસણ ગામના રબારી સમાજના આશાસ્પદ યુવકનું ગત મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ડીસાથી ખરડોસણ તરફ જઇ રહેલા બાઇક સવાર યુવકને માણેકપુરા પાટીયા નજીક એક અજાણ્યા ટ્રકે ધડાકાભેર ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસને અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે તાત્કાલીક દોડી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ખરડોસણ ગામ ખાતે રહેતાં જીતેશકુમાર બાબુભાઇ નોગોહ (રબારી) (ઉં.વ.આ. 28) ગત મોડી રાત્રે પોતાની બાઇક નં. જીજે-24-એલ-2299 પર ડીસા તરફથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માણેકપુરા પાટીયા નજીકથી પસાર થતાં અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી બાઇકને અચાનક ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, જીતેશકુમાર નોગોહ (રબારી) ને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલીક યુવકને સારવાર અર્થે ઇકો ગાડીમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃતક જાહેર કર્યો હતો. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડાઇ હતી. જ્યારે ખરડોસણ ગામ અને રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. આ અકસ્માત અંગે ડીસા તાલુકા પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના શેરપુરા ગામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: ૨૦ થી ૨૫ લાખનું નુકસાન
18 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ ખાતે દીપાવલી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં સોનાના દાગીના પેટે આપેલો રૂ. ૮.૯૫ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા
2 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસા હાઇવે ઉપર ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધમધમવા લાગ્યા
2 દિવસ પહેલા
