રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં પ્રી-મોન્સૂન પ્લાનિંગના ધજાગરા: મુખ્ય માર્ગ ખોદી નાખાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ

ડીસામાં પ્રી-મોન્સૂન પ્લાનિંગના ધજાગરા: મુખ્ય માર્ગ ખોદી નાખાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ

૧૫ જૂન પછી ડામર કામ પર સરકારી પ્રતિબંધ હોવા છતાં અધૂરી મંજૂરીએ રોડ તોડી નખાયો: એન્જિનિયરે મીડિયાનો ફોન કાપી ઉદ્ધતાઈ દાખવી

ચોમાસું બિલકુલ આંગણે આવીને દસ્તક દઈ રહ્યું છે તેવા કટોકટીના સમયે જ ડીસા નગરપાલિકાના સત્તાધીશો ઘોર નિદ્રામાંથી જાગ્યા છે. શહેરના સાઈબાબા મંદિરથી જલારામ મંદિર તરફ જતા મુખ્ય ધમધમતા માર્ગ પર અધૂરી મંજૂરીએ  વરસાદી પાણી નિકાલ કરવાની પાઇપો નાખવાના ના નામે તોડફોડ શરૂ કરી દેવામાં આવી છે. પાલિકાના આ અણઘડ વહીવટના કારણે સ્થાનીય રહીશો, વેપારીઓ અને વાહનચાલકો આગામી ચાર મહિના સુધી કાદવ-કીચડના નરકાગારમાં હોમાવા મજબૂર બનસે જેને પગલે સમગ્ર શહેરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.​સરકારી ચોપડે ચોમાસાની સત્તાવાર ઋતુને ધ્યાને રાખીને માર્ગ અને મકાન વિભાગના નિયમો મુજબ ૧૫ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી એટલે કે પૂરા ચાર મહિના સુધી ડામર કામ કરવા પર કાયદાકીય રીતે સદંતર પ્રતિબંધ હોય છે. ગઈકાલે જ ૧૫ જૂનની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં, પાલિકાની બેદરકારીના કારણે આ માર્ગને ખોદીને વેરવિખેર કરી દેવામાં આવ્યો છે. નિયમ અનુસાર હવે આગામી ચાર મહિના સુધી આ રસ્તા પર કોઈ નવો ડામર રોડ બની શકે તેમ જ નથી. છતાં કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશોની જુગલબંદીએ જનતાના માથે આ આફત સ્વેચ્છાએ વહોરી લીધી છે.

​આ આખા માર્ગનો જૂનો ડામર નિર્દયતાથી ઉખાડી ફેંકાતા નીચેની માટી સંપૂર્ણપણે ખુલ્લી થઈ ગઈ છે. આગામી દિવસોમાં મેઘરાજા જેવા જ અનરાધાર વરસશે કે તુરંત આખો માર્ગ જોત જોતામાં કાદવ-કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ જશે, જેના કારણે બાઈક ચાલકો સ્કૂલે જતા બાળકો સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બનશે. અને ફોર વ્હીલર ગાડીઓ ફસાઈ જશે તેવી ભયાનક ભીતિ સેવાઈ રહી છે. ​વરસાદ અટકશે ત્યારે આ ખુલ્લી પડેલી માટી સુકાઈને હવામાં ભયંકર ધૂળની ડમરીઓ ઉડાડશે, જેના કારણે શ્વાસ લેવો પણ દૂભર થઈ જશે.આ માર્ગ ઉપર આવેલા પવિત્ર જલારામ મંદિર અને સાઈબાબા મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓએ હવે ભક્તિભાવના બદલે ધૂળ અને કાદવથી બચીને પસાર થવું પડશે. આ માર્ગ ડીસા શહેરના વેપાર-ધંધાની મુખ્ય જીવાદોરી સમાન છે, પરંતુ ચાર મહિના સુધી આ ખોદાયેલો રસ્તો ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવા જ નહીં દે, જેની સીધી આર્થિક પ્રહાર સ્થાનીય નાના-મોટા વેપારીઓના પેટ પર પડશે. આ ગંભીર લોક સમસ્યા અંગે જ્યારે અમારી ન્યૂઝ ટીમે જવાબદાર પાલિકા એન્જિનિયરનો ટેલિફોનિક સંપર્ક કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે સાહેબે પ્રજા પ્રત્યેની જવાબદારી ભૂલીને ફોન કાપી નાખવાની ઉદ્ધતાઈ દાખવી હતી. એન્જિનિયરનું આ શરમજનક વલણ સાબિત કરે છે કે પાલિકાના બાબુઓને જનતાની મુશ્કેલીઓની કોઈ પરવા નથી અને તેઓ ભ્રષ્ટાચારના ખેલમાં ગળાડૂબ છે.

​વિકાસના નામે વિનાશનું આ કેવું આયોજન? ચોમાસું શરૂ થવાના ટાણે જ આખો રસ્તો તોડીને જનતાને ચાર મહિના સુધી અગનભઠ્ઠીમાં ધકેલી દેવાઈ છે. જનતાના ટેક્સના પૈસા રોડ પર રોળાયા છે અને હવે લોકોને સારા રસ્તાના બદલે આ પથરાળ અને કાદવવાળા માર્ગ પર મરણતોલ મુસાફરી કરવી પડશે, જે ડીસા નગરપાલિકાની ઘોર નિષ્કાળજી દર્શાવે છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર