રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

પ્રાંતિજ: તિરૂપતિ હોટલમાં ભીષણ આગ, હિંમતનગર ફાયર વિભાગે કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા

પ્રાંતિજ: તિરૂપતિ હોટલમાં ભીષણ આગ, હિંમતનગર ફાયર વિભાગે કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલી જાણીતી તિરૂપતિ હોટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે હોટલની મિલકતને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ઘટનાની જાણ થતા જ હિંમતનગર ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ તંત્ર દ્વારા પ્રથમ પ્રાથમિકતા આગને વધુ પ્રસરતી અટકાવવાની રાખવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર