રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સરહદી વાવ અને સુઇગામ વિસ્તારમાં વીજળીના ધાંધિયા!

સરહદી વાવ અને સુઇગામ વિસ્તારમાં વીજળીના ધાંધિયા!

દિવસમાં બેથી ત્રણ વખત તેમજ નવરાત્રીમાં આરતીના સમયે વીજળી ગુલ થતાં  તાલુકાના લોકો પરેશાન

 સરહદી એવા સુઈગામ  અને વાવ તાલુકામાં થતા વારંવાર વીજકાપ ને લઈને લોકોમાં  ભારે રોષ; ભભૂકી ઉઠ્યો છે.શુ આ બાબત થી વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ  અજાણ હશે ખરા? વાવ સુઈગામ ધરણીધર  તાલુકાના અનેક ગામોમાં દિવસ દરમીયાન અનેક વખત વીજળીના વારંવાર થતા કાપથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. એક જ દિવસમાં ત્રણ-ત્રણ વખત વીજળી ગુલ થઈ જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સાંજના સમયે, જ્યારે પરિવારો જમવા બેસે છે, ત્યારે જ વીજળી જતી રહેતાં લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે. વધુ માં પવિત્ર પર્વ નવરાત્રીમાં પણ આરતીના સમયે વીજળી ડુલ થઈ જાય છે.

એક તરફ હજુ ગરમીનો માહોલ હોઈ બીજી તરફ જમવાના સમયે વીજળી ગુલ! થતાં આવી વિકટસ્થિતિમાં નાના બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો સહિત મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વારંવાર  વીજ તંત્રને રજૂઆતો કરવા છતાં વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. જમવાના સમયે જ વારંવાર વીજળી ગુલ થતી હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

હવે સવાલ એ છે કે વીજ વિભાગના જવાબદાર અધિકારીઓ આ સમસ્યાને ગંભીરતાથી ક્યારે લેશે? શું લોકોને નિયમિત અને અવિરત વીજ પુરવઠો મળશે કે પછી સરહદી વિસ્તારના લોકોએ આવી હાલાકી સહન કરતા જ રહેવું પડશે? લોકોની માંગ છે કે, વીજ વિભાગ તાત્કાલિક તપાસ કરી વારંવાર થતા વીજકાપનું કારણ જાહેર કરે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.તેજ સરહદી પંથકના લોકોના હિતમાં છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર