રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના નવા બસસ્ટેન્ડ બહારના ખાડા આખરે પુરાયા

ડીસાના નવા બસસ્ટેન્ડ બહારના ખાડા આખરે પુરાયા
વિપક્ષ અને મીડિયાના અહેવાલ બાદ પાલિકા તંત્ર જાગ્યું ડીસા શહેરમાં નગરપાલિકાનું વહીવટી તંત્ર પ્રજાને સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના વિપક્ષના આક્ષેપો વચ્ચે, ચોમાસાની શરૂઆત થતાં જ દર વર્ષની જેમ નાયબ કલેક્ટર કચેરી સામે નવા બસ સ્ટેન્ડની બહાર જીવલેણ ખાડા પડી ગયા હતા. આ ખાડાઓને કારણે બસ સ્ટેન્ડમાં અવરજવર કરતા રાહદારીઓ, વિદ્યાર્થીઓ, તેમજ એસટી બસના ડ્રાઇવરો અને કંડક્ટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ વર્ષે પણ વરસાદી પાણી ભરાતા ફરીથી ખાડા પડી ગયા હતા, જેને લઈને બે દિવસ પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા 'ખાડા પૂજન' કરી, ફૂલહાર પહેરાવી, અને ખાડામાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અને મીડિયાના અહેવાલો પ્રસારિત થયા બાદ, પાલિકાનું વહીવટી તંત્ર આજે જાગ્યું હતું અને બસ સ્ટેન્ડની બહાર પડેલા ખાડાઓ પુરાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને કારણે મુસાફરો સહિત એસટી બસના ડ્રાઇવરો અને કંડક્ટરોને રાહત મળી હતી, જેનાથી વિપક્ષની ભૂમિકાનો લોકોને અનુભવ થયો હતો. આ સાથે જ, નવા બસ સ્ટેન્ડની બહાર દર વર્ષે પડતા આ ખાડાઓની કાયમી સમસ્યા દૂર કરવા માટે એસટી વિભાગ અને પાલિકા દ્વારા સંકલન કરીને આરસીસી રોડ બનાવવામાં આવે તેવી જનમાગ ઉઠવા પામી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર