રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ધનસુરા-માલપુર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકો ઘાયલ

ધનસુરા-માલપુર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકો ઘાયલ

ધનસુરા-માલપુર હાઇવે પર બે પૂરપાટ ઝડપે દોડતી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે અને કારમાં સવાર પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ અંગે 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતના કારણે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર