રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા24 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુર, ભુતેડી, ચડોતર, ચિત્રાસણી સહિતના આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ

પાલનપુર, ભુતેડી, ચડોતર, ચિત્રાસણી સહિતના આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018 થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં જનજાગૃતિ માટે “પોષણ પખવાડીયા”ની ઉજવણી કરાય છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરના નેતૃત્વમાં ચાલુ વર્ષે જિલ્લામાં ૭માં પોષણ ખવાડિયાની ઉજવણી કરાઈ હતી. જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરમા લાભાર્થી મોડ્યુલનો પ્રચાર-પ્રસાર, C-MAM મોડ્યૂલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન, બાળકોમાં સ્થુળતાને દુર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા-ધાત્રી માતાઓ- બાળકો તેમજ ગ્રામ્ય લોકોને પોષણ અંગે જાગૃતિ માટે પ્રયાસો હાથ ધરાયા હતા. પોષણ અભિયાન અંતર્ગત પાલનપુર, ભુતેડી, ચડોતર, ચિત્રાસણી સહિત વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં કિશોરી દ્વારા વાનગી નિદર્શન તેમજ લાભાર્થીઓએ પોષણ શપથ લીધા હતા. ચોથા મંગળવારના પૂર્ણા દિવસ ઉજવણીની થીમ-પોષણ થાળીમાં કઠોળ, શાકભાજી, ફળો તેમજ કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટ, વિવિધ રેસીપી વાનગીઓથી થતા લાભો વિશે માર્ગદર્શિત કરાયા હતા. કિશોરીઓ દ્વારા રંગોળી ડેકોરેશન તૈયાર કરીને પૂર્ણા દિવસમાં આવતી કિશોરીઓનું વજન, ઊંચાઈ, BMI કરવું, હિમોગ્લોબીનની તપાસ તથા લાઇવ રસોઈ દ્વારા વાનગીઓ વિશે સમજ અપાઈ હતી. આ ઉજવણીમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, બ્લોક એન.એમ.એમ સ્ટાફ, નર્સ બેન, આશા વર્કર, આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી તેડાગર બહેનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર