રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
બનાસકાંઠા29 જૂન, 2026| Super Admin

દાંતામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 220 બુથો પર પોલિયો રસીકરણનો પ્રારંભ

દાંતામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 220 બુથો પર પોલિયો રસીકરણનો પ્રારંભ

દેશભરમાં નેશનલ પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન ડેની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે જેમાં જીરોથી પાંચ વર્ષના બાળકોને પોલીયોની રસી પીવડાવવામા આવી રહી છે.બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ જેટલાં બાળકોને પોલીયો રસી પીવડાવાનો લક્ષાંક આંકવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને દાતા મહત્તમ આદિવાસી વિસ્તારમાં તેમજ શક્તિપીઠ અંબાજી  યાત્રાધામ હોવાથી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી સમગ્ર તાલુકામાં 220 બુથ ઉપર આજે પોલિયો રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કુલ 880 જેટલા કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે અને ફરી એકવાર પોલીયોની રસી પીવડાવવાની શરુઆત આજ તા. 28 જુન 2026 ને પોલીયો રવિવાર મનાવવામા આવ્યો છે જેમાં આરોગ્ય વિભાગ બનાસકાંઠા દ્વારા ઉભા કરાયેલી વિવિધ બુથો ઉપર ૦ થી ૫ વર્ષના બોળકોને રસી પીવડાવવામાં આવી રહી છે. 

જેને લઈ યાત્રાધામ અંબાજીમાં પણ આઠ જેટલા બુથ ઉપર નાના બાળકોને રસી પીવડાવવાની શરુઆત કરવામાં આવી હતી અંબાજીમાં માનસરોવર,મંદિર, બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ પણ વિશેસ બુથ ઉભા કરાયા હતા આજે પોલીયો રસી કરણની કામગીરીમાં માનસરોવર ઉપર ઉભા કરાયેલા અલાયદા બુથ ઉપર ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ, અંબાજી પણ સહયોગી બની હતી આ કાર્યક્રમ દરમ્યાન કુલ 40000 ઘરોની બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય કર્મચારી તથા સ્વયંમ સેવકો દ્વારા ઘરોની મુલાકાત કરી બાકી રહી ગયેલા બાળકોને રસી પીવડાવવામાં આવશે.

જોકે અંબાજી ખાતે મુલાકાત દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કિરણ ગમારએ જણાવ્યું હતું કે આમ તો ભારતમાં પોલિયોના કેસ નથી પણ પાડોશી દેશોમાં પોલિયોના કેસ નીકળતા ભારતમાં કોઈ પોલિયોગ્રસ્ત ન બને અને સાવચેતીના ભાગરૂપે ફરી આ પોલિયો રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#danta

સંબંધિત સમાચાર