રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા હાઈવે પર 'સ્પીડ ગન' સાથે પોલીસ એક્શનમાં : બેફામ ઝડપે વાહનો દોડાવતા ચાલકો દંડાયા

ડીસા હાઈવે પર 'સ્પીડ ગન' સાથે પોલીસ એક્શનમાં : બેફામ ઝડપે વાહનો દોડાવતા ચાલકો દંડાયા
અકસ્માત ઘટાડવા રૂરલ પોલીસ એક્શનમાં ડીસા - પાલનપુર ​હાઈવે પર ઓવરસ્પીડના કારણે વધતા જતા અકસ્માતોને રોકવા માટે ડીસા રૂરલ પોલીસ એક્શન મોડમાં આવી છે. રૂરલ પોલીસ દ્વારા સ્પીડ ગનનો ઉપયોગ કરી નિર્ધારિત ગતિ મર્યાદાનો ભંગ કરતા વાહનચાલકો સામે કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. તાલુકા પી.આઈ. વી.એમ. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા હાઈવે પર ખાસ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પોલીસ સ્ટાફે અત્યાધુનિક સ્પીડ ગન સાથે ધામા નાખ્યા હતા. હાઈવે પરથી પસાર થતા વાહનોની ગતિ માપી, જે ચાલકો નક્કી કરેલી લિમિટ કરતા વધુ ઝડપે વાહન હંકારી રહ્યા હતા, તેમને સ્થળ પર જ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ​પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાઈવે પર થતા જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવું જરૂરી છે જેમાં સ્પીડ ગન દ્વારા ચોક્કસ ગતિ માપી પુરાવા સાથે કેસ નોંધી પારદર્શક કામગીરી કરવામાં આવી રહી છે  પોતાની અને અન્યની જિંદગી જોખમમાં મૂકતા ચાલકો સામે હવે આગામી સમયમાં પણ આવી ઝુંબેશ નિયમિત ચાલુ રહેશે. ​પોલીસની આ આકસ્મિક કાર્યવાહીને પગલે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. બીજી તરફ, સ્થાનિકો અને જાગૃત નાગરિકોએ પોલીસની આ કામગીરીને આવકારી છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ વાહન ચાલકો ગતિ મર્યાદાનું પાલન કરે અને માર્ગ સુરક્ષાના નિયમોને અનુસરી સુરક્ષિત મુસાફરી કરે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર