પાટણ પોલીસે શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા 'ફિટ ઇન્ડિયા' મુવમેન્ટ અંતર્ગત રવિવારે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું.રેલીમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યોએ ભાગ લીધો હતો.જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી ફ્લેગ ઓફ સાથે રેલી પ્રસ્થાન પામી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. નાગરિકોમાં તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાઈ તે માટે રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મીઓ અને નાગરિકોને શારીરિક રીતે સક્રિય રહેવા પ્રોત્સાહિત કરવાનો હતો.ઐતિહાસિક રાણકી વાવ ખાતે રેલીનું સમાપન થયું. અહીં તમામ સહભાગીઓને ફિટનેસ જાળવી રાખવા પ્રેરણા આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આયોજિત આ સાયકલ રેલી ની પહેલ ને નાગરિકો અને વિવિધ સંસ્થાઓ તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.
પાટણમાં 'ફિટ ઇન્ડિયા' મુવમેન્ટ અંતગૅત પોલીસ અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સાયકલ રેલી યોજી

ટેગ્સ:#Health#Police#patan#Superintendent of Police#fitness#Bicycle Rally#voluntary organizations#'Fit India'
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
1 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
3 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
3 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
4 દિવસ પહેલા
