દિયોદર શહેરમાંથી ધોરણ 9માં ભણતી 14 વર્ષીય સગીર યુવતીનું લગ્નના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે. 5 માર્ચના રોજ સાંજે યુવતી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતી ઘરે ન પહોંચતા તેના વાલી-વારસદારોએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે યુવતી તેની સાથે ભણતા પ્રકાશ ઠાકોર સાથે અવારનવાર વાત કરતી જોવા મળી હતી. આ માહિતીના આધારે સગીર યુવતીના પરિવારજનો પ્રકાશ ઠાકોરના ઘરે પૂછપરછ કરવા ગયા હતા, પરંતુ પ્રકાશ ઘરે મળ્યો ન હતો. યુવકના પિતાએ ગુમ સગીરાના પિતાને જણાવ્યું કે પ્રકાશ તેમની દીકરી સાથે વાત કરતો હતો,જેની જાણ થતાં તેનો ફોન લઈ લેવામાં આવ્યો હતો અને તેઓ દીકરીને શોધીને પરત કરશે. આ ઘટના બાદ સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે લગ્નના ઇરાદે 14 વર્ષની દીકરીને ભગાડી જવાના ગુનામાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દિયોદર પોલીસે કલમ 137/2 અને 87 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અને સગીરાની શોધખોળ માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
દિયોદરમાં સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
15 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
