રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાધનપુરમાં લોન પર મોંઘા મોબાઈલ લઈને છેતરપિંડી કરનારા સામે પોલીસ અરજી

રાધનપુરમાં લોન પર મોંઘા મોબાઈલ લઈને છેતરપિંડી કરનારા સામે પોલીસ અરજી

રાધનપુરમાં મોંઘા મોબાઈલ લોન પર ખરીદી હપ્તા ન ભરવાનું કૌભાંડ સામે આવ્યું

રાધનપુર શહેરમાં મોબાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગ સામે વેપારીઓએ પોલીસનું શરણું લીધું છે. લોન પર મોબાઈલ લઈ હપ્તા ન ભરવા અને ખોટા GST બિલના આધારે મોબાઈલના લોક ખોલાવી વેચી નાખતી ગેંગ સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવતા પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, આ ગેંગના સભ્યો આશરે ૫ હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરી ૫૦ હજાર રૂપિયા સુધીના મોંઘા મોબાઈલ લોન પર ખરીદતા હતા. ત્યારબાદ તેઓ મોબાઈલના હપ્તા ભરતા નહોતા, જેના કારણે મોબાઈલ લોક થઈ જતો હતો.આરોપીઓ ખોટા GST બિલ અને નકલી GST નંબરનો ઉપયોગ કરીને મોબાઈલ કંપનીના શોરૂમમાં જઈને લોક થયેલા મોબાઈલના લોક ખોલાવવાનો પ્રયાસ કરતા હતા. લોક ખોલાવ્યા બાદ,આ મોબાઈલ બજાર કિંમત કરતાં આશરે ૫

હજાર રૂપિયા ઓછા ભાવે વેચીને રોકડ મેળવી લેતા હતા.લોનના હપ્તા ન ભરાતા હોવાથી અંતે મોબાઈલ વેપારીઓના નાણાં ફસાઈ જતા હતા. આ છેતરપિંડીથી પીડિત વેપારીઓએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. અને ગેંગના માસ્ટર માઈન્ડ સહિત સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.રાધનપુર પોલીસે આ અરજીના આધારે તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ સમગ્ર મામલાની હકીકત સામે આવશે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર