કડી તાલુકાના રંગપુરડા ગામની સીમમાં મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બપોરે એક ગંભીર ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બપોરના સમયે કેનાલના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ટ્રક અને તેમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો. આગના કારણે રોડ પરના વાહનો થંભી ગયા હતા.દૂર સુધી દેખાતા આગના ગોટેગોટાને કારણે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા. કડી નગરપાલિકાના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી. ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી; ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

ટેગ્સ:#fire incident#public safety#Narmada canal#Emergency Response#Rescue Operation#Vehicle Safety#Fire Department#Traffic Disruption#Firefighters#Truck Fire#Kadi Taluka#Plastic Grains#Rangpurda Village#Afternoon Incident
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં ગંદકી કરનાર સામે પાલિકાની લાખ આંખ
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા પાલિકા દ્વારા સ્વછતા હિ શ્રમદાન અંતર્ગત શ્રમદાન કરાયું
1 દિવસ પહેલા
મહેસાણાઉનાવા એપીએમસીમાં કપાસની આવકોનો પ્રારંભ : આ વર્ષે ભાવમાં તેજીની સંભાવના
4 દિવસ પહેલા
મહેસાણાઊંઝા મોલ્લોત ચોક તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
4 દિવસ પહેલા
