રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં દિવાળી પર્વે ફૂડ વિભાગની વિશેષ ઝુંબેશ:વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવાયા

મહેસાણામાં દિવાળી પર્વે ફૂડ વિભાગની વિશેષ ઝુંબેશ:વિવિધ ખાદ્ય પદાર્થોના  નમૂનાઓ લેવાયા

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય અને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તહેવારોમાં મીઠાઈઓ, ફરાળ, દૂધ અને અન્ય ખાદ્ય પદાર્થોની માંગ અચાનક વધી જતી હોવાથી બજારમાં ભેળસેળની શક્યતાઓ પણ વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગની ટીમે મહેસાણા શહેર સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરીઓ, સ્વીટ માર્કેટ અને ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

આ વિશેષ ઝુંબેશ અંતર્ગત અધિકારીઓએ શંકાસ્પદ લાગતા વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 68 જેટલા નમૂનાઓ (સેમ્પલ) એકત્રિત કરીને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગ્રાહકોના આરોગ્ય સાથે રમત કરનારાઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે, જેથી નાગરિકો તહેવારોની ઉજવણી સુરક્ષિત અને નિરોગી વાતાવરણમાં કરી શકે.

 

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર