રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બહુચરાજી કોર્ટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ નશાની હાલતમાં ઝડપાયો

બહુચરાજી કોર્ટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ નશાની હાલતમાં ઝડપાયો

મહેસાણા જિલ્લાના જાણીતા પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે આવેલા કોર્ટ પરિસરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોર્ટમાં ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ (કર્મચારી) નશાની હાલતમાં ઝડપાઈ જતા ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કર્મચારી કોર્ટની બિલ્ડિંગના બીજા માળે નશાની ધૂતમાં લથડિયા ખાતી હાલતમાં જોવા મળ્યા હતા. ડ્યુટી દરમિયાન અને ન્યાયિક સંકુલ જેવા પવિત્ર સ્થળે કોઈ કર્મચારી દ્વારા આવી શિસ્તભંગની પ્રવૃત્તિ કરવામાં આવતા વકીલો અને ન્યાયિક વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

આ ગંભીર મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નશામાં ધૂત કર્મચારી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. કોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે સરકારી કર્મચારીની આ પ્રકારની બેજવાબદારીભરી હરકતે સૌકોઈને ચોંકાવી દીધા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર