ઊંઝા નાગરિક સહકારી બેંક લિ. ઊંઝાના સભાસદોના તેજસ્વી તારલાઓનો ઓગણીસમો પારિતોષિક સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. ઊંઝા શહેરના ગંજબજાર ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ઊંઝા નાગરિક સહકારી બેંક લિ.ના જેમાં સમારંભના પ્રમુખ પદે મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, ઉદઘાટક ડૉ.અભિષેકકુમાર સિંહ આસિસ્ટન્ટ કલેકટર બનાસકાંઠા, મુખ્ય મહેમાન ભાવિન ગોકલાણી પ્રશિક્ષક, સલાહકાર અને માર્ગદર્શક, મહેમાન મુકેશભાઈ પટેલ (બડુ) માનદમંત્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સહિત મહાનુભાવોના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઊંઝા નાગરિક સહકારી બેંક લિ.ના પ્રમુખ દશરથભાઈ પટેલ બજરંગ, ઉપ-પ્રમુખ આશિષભાઈ રમેશભાઈ પટેલ(છાશ), મેનેજીંગ ડીરેક્ટર વિષ્ણુભાઈ શંકરલાલ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ડૉ.બિનલબેન પટેલ બેંકના સી.ઈ.ઓ બીપીનભાઈ પટેલ, મેનેજર મિતેષભાઇ પટેલ તથા બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા સ્ટાફ ગણ અને સભાસદો તેમજ તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા.





