પૂજા અર્ચના કરી ધંધા રોજગારના વેપારીઓએ શ્રીગણેશ કર્યા
ઊંઝા એપીએમસી દિવાળીના તહેવારોને એક સપ્તાહના મીની વેકેશન પુર્ણ થતાં આજરોજ શનિવારે શુભ મુહૂર્તમાં વેપારીઓએ પૂજા અર્ચના કરી ધંધા વેપારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઊંઝા એપીએમસી દ્રારા શ્રી ઊંઝા વેપારી મંડળ અને શ્રી ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોશીએશનની સંયુક્ત માગણી અનુસંધાને દિવાળીના પર્વને લઈ માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. લાભ પાંચમ શનિવારના દિવસે સવારે ૯:૧૫ કલાકે શુભ મુર્હતથી માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું હતું તેમજ વેપારીઓએ શુભ મુહર્તમાં પોતાના ધંધા રોજગારના શ્રીગણેશ કર્યા હતા.
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લાભ પાંચમના શુભ દિવસે સવારે શુભ મુહૂર્તમાં પૂજાવિધિ કરીને એપીએમસી ઊંઝાની કામગીરી અને હરાજીની કામગીરી શરૂ કરવામાં આવી છે તથા આજથી રેગ્યુલર બજાર પણ શરૂ થઈ ગયું છે. લાભ પાંચમના આ અવસરે વેપારીઓ અને ખેડૂતોએ ગણપતિ દાદાની આરાધના કરી હતી. આ નવું વર્ષ સૌ માટે સારું રહે, તેમજ સૌની સુખ, શાંતિ, સમૃદ્ધિ, શક્તિ, સામર્થ્ય અને સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવી અભ્યર્થના અને શુભકામનાઓ સાથે બજારની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.





