રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અમીરગઢ

અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન પિસ્તોલ ઝડપાઈ

અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન પિસ્તોલ ઝડપાઈ

અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન બાતમી અને શંકાના આધારે બીઆર-28-પી-4115 નંબરની લક્ઝરી બસને રોકી પોલીસે તપાસ હાથ ધરી હતી. બસમાં સવાર પાટણ જિલ્લાના કાતરા ગામના દેવેન્દ્રભાઈ હીરાભાઈ ચૌધરીની તપાસ કરતાં તેમની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે તપાસ દરમિયાન પિસ્તોલ સાથે એક મેગેઝીન તથા 13 જીવતા કારતૂસ પણ કબજે કર્યા હતા. પોલીસે રૂ.20 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ, રૂ.1 હજારનું મેગેઝીન અને રૂ.2,600ના 13 જીવતા કારતૂસ સહિત કુલ રૂ.28,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં આરોપી પાસેથી હથિયાર રાખવા માટે જરૂરી પાસ-પરમિટ મળી ન આવતા અમીરગઢ પોલીસે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી દેવેન્દ્રભાઈ હીરાભાઈ ચૌધરી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી) (એ) તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ શા માટે કરવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ હથિયારની હેરાફેરી પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર