હિંમતનગરમાં બુધવારે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશનના આદેશ અનુસાર પેન્શનરોએ જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંદુને આવેદનપત્ર સુપરત કર્યું હતું. 25 માર્ચ, 2025ના રોજ લોકસભામાં પસાર કરાયેલા વેલિડેશન એક્ટ 2025 ને રદ કરવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને 'બ્લેક ડે' તરીકે મનાવવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદનપત્ર આપવાના આદેશના ભાગરૂપે આપવામાં આવ્યું હતું. પેન્શનરોએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ અંગે સાબરકાંઠા જિલ્લાના ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, દિલ્હીના અધિક મહામંત્રી આર.એચ. પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં કુલ 18 હજાર પેન્શનરો છે. જિલ્લાના પેન્શનર હોદ્દેદારો દ્વારા 18 હજાર પેન્શનરો વતી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં 8મા પગારપંચમાં જૂના પેન્શનરોને અન્યાય ન થાય તે માટે ઉક્ત વેલિડેશન એક્ટ 2025 રદ કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી.
હિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું

ટેગ્સ:#Himmatnagar#District Collector#Pensioners#Validation Act 2025#All India State Pensioners Federation
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
3 દિવસ પહેલા
સાબરકાંઠા'લોકશાહી બચાવો’ નારા સાથે હિંમતનગરમાં કોંગ્રેસની રેલી, કલેક્ટરને આવેદન પત્ર અપાયું
4 દિવસ પહેલા
સાબરકાંઠાવારાણસીથી વડનગર બાઈક યાત્રા: ઇડરના ઉમેદગઢ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભવ્ય સ્વાગત
5 દિવસ પહેલા
સાબરકાંઠાજાતિ આધારિત વસતી ગણતરીની માંગ: હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
6 દિવસ પહેલા
