રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ: ગણેશ વિસર્જન, જલ જીલણી એકાદશી અને રામાપીરના વરઘોડા લઈ ને લઈ ચર્ચા

ડીસામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ: ગણેશ વિસર્જન, જલ જીલણી એકાદશી અને રામાપીરના વરઘોડા લઈ ને લઈ ચર્ચા

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગણેશ વિસર્જન, જલ જીલણી એકાદશી, અને રામાપીરના વરઘોડા જેવા તહેવારો તેમજ મુસ્લિમ સમાજમાં આવી રહેલા ઈદ મિલાદના પર્વ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી શકાય તે સુનિશ્ચિત કરવાનો હતો.ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં તહેવારો દરમિયાન ડીસામાં ભાઈચારો અને સદભાવ જળવાઈ રહે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોલીસ અધિકારીઓએ તહેવારોની ઉજવણી માટેની માર્ગદર્શિકા અને નિયમો વિશે જાણકારી આપી હતી અને સૌને તેનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં દરેક તહેવારની ઉજવણી દરમિયાન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, અને જાહેર શાંતિને લગતા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી, જેથી તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. આ પ્રયાસોથી સમાજમાં એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર