રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ

પાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉતરગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 17 કોલેજમાં ગેરરીતિની રજૂઆત મળતા તપાસ સમિતિને તપાસ સોપી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. જે તપાસ સમિતિના અહેવાલમાં કોલેજોની ગંભીર ખામીઓ સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ આ 17 કોલેજો બંધ કરી દેવા માટે આકરો નિર્ણય લીધો છે. આ 17 કોલેજોને નોટિસ છોડી અંતિમ કાયદેસરની કાર્યવાહી માટે સમગ્ર રિપોર્ટ ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ મોકલી આપવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં MSW, M.Sc, B.Ed અને M.Ed જેવા ઉચ્ચ અભ્યાસક્રમો ચલાવતી કેટલીક કોલેજો માત્ર કાગળ પર હોવાની અને નિયમો નેવે મૂકીને ચાલતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

આ અંગે કુલપતિ ડૉ.કિશોર પોરિયા દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના ઝીણવટભર્યા અહેવાલમાં શૈક્ષણિક કાર્ય બંધ, મંજૂરી વગર સ્થળ બદલી, ટીમ સાથે ગેરવર્તન જેવા નિયમ ભંગની ચોંકાવનારી ખામીઓ બહાર આવી હતી. ત્યારબાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ચર્ચા કરી સંબંધિત કોલેજોને સુનાવણીની પૂરતી તક પણ આપવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થતાં આખરે યુનિવર્સિટીએ આ 17 કોલેજોને બંધ કરવાનો આખરી નિર્ણય લીધો હતો. જેના અનુસંધાન કોલેજોને 16 જૂને નોટિસો છોડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી સંલગ્ન જિલ્લા વાઈઝ કોલેજોમાં મહેસાણાની 06 કોલેજો, સાબરકાંઠાની 06 કોલેજો, અરવલ્લીની 03 કોલેજો બનાસકાંઠાની 02 કોલેજો મળી કુલ 17 કોલેજ બંધ કરવામાં આવનાર છે. તો આ કોલેજમાં અભ્યાસ કરતા વર્તમાન વિદ્યાર્થીઓને નજીકની કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવશે તેવું બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક-એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ ડીનની સંયુક્ત બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે મંજૂર કરાયો છે. આ તમામ કોલેજો હવે નવા શૈક્ષણિક સત્રમાં કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકશે નહીં. જો કે, આ કોલેજોમાં અભ્યાસ કરતા વર્તમાન વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે તેમને અન્ય કાર્યરત કોલેજોમાં પ્રવેશ ફાળવી દેવામાં આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર