પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં મોટી ભરતી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. યુનિવર્સિટી કેમ્પસના 18 વિભાગોમાં કરાર આધારિત શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે તા. 18 થી તા. 20 ઓગસ્ટ દરમિયાન ઇન્ટરવ્યૂ યોજાનાર છે. આ બાબતે માહિતી આપતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.રોહિતભાઈ દેસાઈના જણાવ્યાનુસાર, કેમ્પસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર,એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર અને લેબ ટેક્નિશિયનની જગ્યાઓ 11 માસના કરાર આધારે ભરવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન 700થી વધુ કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે 25, 26 અને 28 ઓગસ્ટે ઇન્ટરવ્યૂ યોજાશે. આ અંતર્ગત આચાર્ય,આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર અને ટ્યુટરની કુલ 4,000 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. પ્રોફેસરની જગ્યાઓ માટે UGCના નિયમો મુજબ પીએચડી,નેટ-સ્લેટની લાયકાત ધરાવતા ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત આટલી મોટી સંખ્યા માં કોલેજ કક્ષાએ ભરતીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પાટણ યુનિવર્સિટીમાં કરાર આધારિત મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

ટેગ્સ:#Hemchandracharya North Gujarat University#Patan University Recruitment#Contract-Based Hiring#Academic Staff Interviews#700+ Affiliated Colleges#4000+ Vacancies#PhD Requirement#NET-SLET Qualified#Higher Education Jobs#Gujarat University Jobs#Education Sector Employment
સંબંધિત સમાચાર
પાટણહારીજ સાયબર ફ્રોડ કેસ: આરોપીની જામીન અરજી પાટણ કોર્ટે ફગાવી
3 કલાક પહેલા
પાટણસમી: બંધ જિનિંગ ફેક્ટરીમાંથી ૬ મહિનાની ત્યજી દીધેલી બાળકી મળી આવતા ચકચાર
3 કલાક પહેલા
પાટણરાધનપુરમાં રેતીના ડમ્પરોની બેફામ અવરજવર: ખાણ-ખનીજ વિભાગની મિલીભગતની ગંભીર આક્ષેપો
4 કલાક પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર રોંગ સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બાઈક અથડાતાં ચાલકનું ઘટના સ્થળે મોત
1 દિવસ પહેલા
