પાટણમાં તાજેતરમાં આઈજી દ્વારા લોક સંવાદમાં સ્થાનિક આગેવાન દ્વારા કાળા કાચ ની ગાડીઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી. જેને ધ્યાને રાખી પાટણ એ-ડિવિઝન પોલીસે ડ્રાઈવ કરી ૯ થી વધુ ગાડી સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ એ-ડિવિઝન પોલીસે સુદામા ચોકડીથી સાંઈબાબા ત્રણ રસ્તા સુધી કડક ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. આ કામગીરી દરમિયાન ૬ જેટલી ગાડીઓને ડિટેઇન કરી હતી. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર ૯ વાહનચાલકો સામે વિવિધ કલમો હેઠળ દંડ ફટકાર્યો હતો. બીજી બાજુ પાટણ સીટી પોલીસે ટીબી ત્રણ રસ્તા નજીક ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી ગાડીઓ પરથી કાળી ફિલ્મ ઉતારી તેમને દંડિત કર્યા હતા. ખાસ કરીને ‘રામાધણી’ નામ લખેલી નંબર પ્લેટ ધરાવતી ગાડીઓ સામે પોલીસે લાલ આંખ દેખાડી નિયમ વિરુદ્ધ પ્લેટ હટાવી લેવાઈ હતી.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ પોલીસે કાળા કાચવાળી ગાડીઓ સામે પોલીસની કાર્યવાહી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Action#Police#motorists#rules#Patan Police#black glass#checking campaign#Ramadhani'#TB Three Road
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં શ્રેય ફિટનેસના માલિક ઉપર બાઇક પર આવેલા બે બુકાનીધારીઓએ 6 રાઉન્ડ ગોળીબાર કર્યો
1 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ રાધનપુરમાંથી ત્રણ ચોરીના મોબાઇલ સાથે આરોપી ઝડપી લીધો
6 દિવસ પહેલા
પાટણસરસ્વતી તાલુકાના વદાણી ગામની કાપડની દુકાનમાં આગ લાગતાં માલ બળીને ખાખ
1 અઠવાડિયા પહેલા
પાટણસમીમાં આવેલી SBI શાખા અન્યત્ર ખસેડવાના નિર્ણય સામે ગ્રામજનોનો વિરોધ
1 અઠવાડિયા પહેલા
