બાતમીના આધારે, પોલીસે રાણકીવાવ રોડ પર તપાસ કરતા ત્યાંથી મોટરસાયકલ અને ગાડી સાથે કુલ ચાર ઈસમો મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં, જેથી તેમને એલ.સી.બી. કચેરીએ લાવીને સઘન પૂછપરછ કરવામાં આવતાપૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલ્યું કે તેઓ કુલ ૬ માણસોની ગેંગ છે અને કર્ણાટકના રહેવાસી છે. તેઓ ખાસ ચોરી કરવાના ઇરાદે જ ગુજરાતમાં આવ્યા હતા. તેમણે કબૂલ્યું કે તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ વડોદરાના કુંભારવાડ વિસ્તારમાં એક સોનીની દુકાનમાંથી ચોરી કરી હતી.
૨ ઓગસ્ટ, ૨૦૨૫ પાટણ શહેરમાં સોનીની દુકાનમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા ચાર આરોપીઓમાં અફ્રીદી શેરૂબેગ ઇજ્જતઅલી બેગ (ઉં.વ. આશરે ૨૮)મૂળ બિદર, કર્ણાટક,જાવેદઅલી મુસાઅલી રાયતઅલી શેખ (ઉં.વ. આશરે ૩૦) મૂળ બિદર, કર્ણાટક,અલી બાગવાન જેલાની બાગવાન (ઉં.વ. આશરે ૨૦)મૂળ બિદર, કર્ણાટક, નવાબઅલી મનસુરઅલી ગુલાબઅલી સૈયદ (ઉં.વ. આશરે ૫૫): મૂળ બિદર, કર્ણાટક હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, આ ગેંગના અન્ય બે મુખ્ય આરોપીઓ અલીરાજા ઉર્ફે બીટ્ટુ લાલુવલી મુસલમાન અને મોસીનઅલી પરવેજઅલી હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧૦,૦૯,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સોનાની વીંટીઓ (૨૦ નંગ, ૪૪.૯૬ ગ્રામ)કિંમત રૂ.૩,૮૦,૦૦૦સોનાની બુટ્ટીઓ (૧૩ નંગ, ૨૩.૭૬૦ ગ્રામ) રૂ. ૧,૬૬,૩૦૦,મોબાઈલ ફોન (૩ નંગ) કિંમત ૨૦,૫૦૦,ડોંગલ (૧ નંગ) કિંમત ૨,૫૦૦,આધારકાર્ડની કોપી (૪ નંગ) વાહનો (૧ મોટરસાયકલ અને ૧ ફોરવ્હીલ) કિંમત ₹૪,૪૦,૦૦૦ હસ્તગત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ9 ઑગસ્ટ, 2025
પાટણ પોલીસે 'ઈરાની ગેંગ'નો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી લીધા..!

સોના-ચાંદીની દુકાનોમાંથી ચોરી કરતા આરોપી એ પાટણ ,વડોદરા અને કર્ણાટક વિજયાપુર જિલ્લાના ગુનાઓ કબુલ્યા
પાટણ શહેરના સોનીવાડામાં આવેલી સોના-ચાંદીની દુકાનોને તાજેતરમાં નિશાન બનાવીને ચોરીને અંજામ આપનાર કર્ણાટકની કુખ્યાત "ઈરાની ગેંગ"નો પાટણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રૂ.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાટણના સોનીવાડમાં આવેલી માં ગૌરી જ્વેલર્સના માલિક નીલેશકુમાર મનોરભાઈ પટેલની દુકાનમાં બે અજાણ્યા ઈસમો આવ્યા. તેમણે દાગીના બતાવવાના બહાને રૂ. ૩,૨૪,૦૦૦ ની કિંમતની, અંદાજે ૪૫ ગ્રામ વજનની સોનાની લેડીઝ વીંટીઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ શહેર "એ" ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની મોડસ ઓપરેન્ડી (M.O.) વિષે આરોપીઓએ જણાવ્યું હતું કે અલીરાજા અને મોસીનઅલી, જેઓ ગેંગના મુખ્ય સૂત્રધાર છે, તેમને એક ટ્રિપના વ્યક્તિ દીઠ ₹૨૫,૦૦૦/- આપવાનું વચન આપ્યું હતું. ચોરી કરવા માટે તેઓ પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકીને નવા ફોન અને સિમકાર્ડનો ઉપયોગ કરતા. બે વાહનો એક i20 કાર અને એક મોટરસાયકલ નો ઉપયોગ કરીને તેઓ જે શહેરમાં ચોરી કરવાની હોય તેની નજીક પાર્ક કરતા.મોસીનઅલી અને અલીરાજા મોટરસાયકલ પર બજારમાં ચોરી કરવા જતા. ચોરીનો મુદ્દામાલ લઈને તેઓ પરત આવતા અને તેને ગાડીમાં રાખતા. પછી તેઓ ગાડી છોડીને પોતાની રીતે રવાના થઈ જતા. ત્યારબાદ, ટાર્ગેટ નક્કી થયા બાદ બાકીના ચાર આરોપીઓને બોલાવીને ગુનાને અંજામ આપતા હતા.
ગુનાનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી.પાટણે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. પાટણ શહેરમાં લાગેલા નેત્રમ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. ફૂટેજ તપાસતા, ચોરી કરીને ભાગી રહેલા બે ઈસમો GJ-16-DJ-1460 નંબરની મોટર સાયકલ પર જોવા મળ્યા હતા.
દરમિયાન, એલ.સી.બી.ના અ.હેડ.કો. જીતેન્દ્ર ગોવિંદભાઈ અને કેતનકુમાર ગોવિંદભાઈને ખાનગી રાહે બાતમી મળી કે, ગુનામાં વપરાયેલી મોટર સાયકલ અને MH-14-GN-5005 નંબરની i20 કાર સાથે કેટલાક હિન્દી ભાષી શંકાસ્પદ ઈસમો સુજનીપુર સબજેલવાળા રોડથી રાણકીવાવ નજીકના વિસ્તારમાં ફરી રહ્યા છે.
બાતમીના આધારે, પોલીસે રાણકીવાવ રોડ પર તપાસ કરતા ત્યાંથી મોટરસાયકલ અને ગાડી સાથે કુલ ચાર ઈસમો મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં, જેથી તેમને એલ.સી.બી. કચેરીએ લાવીને સઘન પૂછપરછ કરવામાં આવતાપૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલ્યું કે તેઓ કુલ ૬ માણસોની ગેંગ છે અને કર્ણાટકના રહેવાસી છે. તેઓ ખાસ ચોરી કરવાના ઇરાદે જ ગુજરાતમાં આવ્યા હતા. તેમણે કબૂલ્યું કે તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ વડોદરાના કુંભારવાડ વિસ્તારમાં એક સોનીની દુકાનમાંથી ચોરી કરી હતી.
૨ ઓગસ્ટ, ૨૦૨૫ પાટણ શહેરમાં સોનીની દુકાનમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા ચાર આરોપીઓમાં અફ્રીદી શેરૂબેગ ઇજ્જતઅલી બેગ (ઉં.વ. આશરે ૨૮)મૂળ બિદર, કર્ણાટક,જાવેદઅલી મુસાઅલી રાયતઅલી શેખ (ઉં.વ. આશરે ૩૦) મૂળ બિદર, કર્ણાટક,અલી બાગવાન જેલાની બાગવાન (ઉં.વ. આશરે ૨૦)મૂળ બિદર, કર્ણાટક, નવાબઅલી મનસુરઅલી ગુલાબઅલી સૈયદ (ઉં.વ. આશરે ૫૫): મૂળ બિદર, કર્ણાટક હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, આ ગેંગના અન્ય બે મુખ્ય આરોપીઓ અલીરાજા ઉર્ફે બીટ્ટુ લાલુવલી મુસલમાન અને મોસીનઅલી પરવેજઅલી હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧૦,૦૯,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સોનાની વીંટીઓ (૨૦ નંગ, ૪૪.૯૬ ગ્રામ)કિંમત રૂ.૩,૮૦,૦૦૦સોનાની બુટ્ટીઓ (૧૩ નંગ, ૨૩.૭૬૦ ગ્રામ) રૂ. ૧,૬૬,૩૦૦,મોબાઈલ ફોન (૩ નંગ) કિંમત ૨૦,૫૦૦,ડોંગલ (૧ નંગ) કિંમત ૨,૫૦૦,આધારકાર્ડની કોપી (૪ નંગ) વાહનો (૧ મોટરસાયકલ અને ૧ ફોરવ્હીલ) કિંમત ₹૪,૪૦,૦૦૦ હસ્તગત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બાતમીના આધારે, પોલીસે રાણકીવાવ રોડ પર તપાસ કરતા ત્યાંથી મોટરસાયકલ અને ગાડી સાથે કુલ ચાર ઈસમો મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં, જેથી તેમને એલ.સી.બી. કચેરીએ લાવીને સઘન પૂછપરછ કરવામાં આવતાપૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલ્યું કે તેઓ કુલ ૬ માણસોની ગેંગ છે અને કર્ણાટકના રહેવાસી છે. તેઓ ખાસ ચોરી કરવાના ઇરાદે જ ગુજરાતમાં આવ્યા હતા. તેમણે કબૂલ્યું કે તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ વડોદરાના કુંભારવાડ વિસ્તારમાં એક સોનીની દુકાનમાંથી ચોરી કરી હતી.
૨ ઓગસ્ટ, ૨૦૨૫ પાટણ શહેરમાં સોનીની દુકાનમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા ચાર આરોપીઓમાં અફ્રીદી શેરૂબેગ ઇજ્જતઅલી બેગ (ઉં.વ. આશરે ૨૮)મૂળ બિદર, કર્ણાટક,જાવેદઅલી મુસાઅલી રાયતઅલી શેખ (ઉં.વ. આશરે ૩૦) મૂળ બિદર, કર્ણાટક,અલી બાગવાન જેલાની બાગવાન (ઉં.વ. આશરે ૨૦)મૂળ બિદર, કર્ણાટક, નવાબઅલી મનસુરઅલી ગુલાબઅલી સૈયદ (ઉં.વ. આશરે ૫૫): મૂળ બિદર, કર્ણાટક હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, આ ગેંગના અન્ય બે મુખ્ય આરોપીઓ અલીરાજા ઉર્ફે બીટ્ટુ લાલુવલી મુસલમાન અને મોસીનઅલી પરવેજઅલી હજુ ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧૦,૦૯,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સોનાની વીંટીઓ (૨૦ નંગ, ૪૪.૯૬ ગ્રામ)કિંમત રૂ.૩,૮૦,૦૦૦સોનાની બુટ્ટીઓ (૧૩ નંગ, ૨૩.૭૬૦ ગ્રામ) રૂ. ૧,૬૬,૩૦૦,મોબાઈલ ફોન (૩ નંગ) કિંમત ૨૦,૫૦૦,ડોંગલ (૧ નંગ) કિંમત ૨,૫૦૦,આધારકાર્ડની કોપી (૪ નંગ) વાહનો (૧ મોટરસાયકલ અને ૧ ફોરવ્હીલ) કિંમત ₹૪,૪૦,૦૦૦ હસ્તગત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.ટેગ્સ:#crime news#Local Crime Branch#Gang Arrest#Patan Police#Gold Theft#Iranian Gang#Silver Theft#Karnataka Crime#Vadodara News#Vijayapur District#10 Lakh Seizure#Jewelry Shop Theft
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
3 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
4 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
4 દિવસ પહેલા