રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 મે, 2026| Super Admin

પાટણ નગરપાલિકાની લાલ આંખ: પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસ, સાત દિવસમાં જગ્યા સીલ કરવાની ચીમકી

પાટણ નગરપાલિકાની લાલ આંખ: પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસ, સાત દિવસમાં જગ્યા સીલ કરવાની ચીમકી

પાટણ નગરપાલિકાએ શહેરના રહેણાંક વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવતા અને જોખમી પ્રવૃત્તિઓ કરતા એકમો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પર્યાવરણની જાળવણી અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને, પાલિકાએ આવા એકમોને નોટિસ ફટકારી છે.પાટણની સોનલ પાર્ક સોસાયટી અને પારેવા સર્કલ પાસે બાબુભાઈ મેમણને નોટિસ આપવામાં આવી છે. આ સ્થળે ભંગારના વાયરો બાળીને તેમાંથી તાર કાઢવાની જોખમી પ્રવૃત્તિ થતી હતી. આ પ્રવૃત્તિથી નીકળતા ઝેરી ધુમાડા સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે જોખમી હતા.પાલિકાએ બાબુભાઈ મેમણને આ પ્રવૃત્તિ સાત દિવસમાં બંધ કરવા તાકીદ કરી છે.જો આદેશનું પાલન નહીં થાય તો જગ્યા સીલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 

આ ઉપરાંત, સિદ્ધપુર ચોકડી પાસે આવેલી એકવા પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝને પણ નોટિસ ફટકારવામાં આવી છે.અહીં ભંગારના સામાનનો મોટો સંગ્રહ અને જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ લાગવાનો ભય હતો.જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પાલિકાએ આ જગ્યા ખાલી કરવા અને જોખમી પ્રવૃત્તિઓ રોકવાનો આદેશ આપ્યો છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, જો નિયત સમય મર્યાદામાં નોટિસનું પાલન નહીં થાય, તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરીને જગ્યા સીલ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર