રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ પાલિકાની અણઘડ કામગીરી: વોર્ડ નં. 9 માં ગટરના પાણી વચ્ચે જ પેવર રોડ બનાવતા રહીશોમાં રોષ

પાટણ પાલિકાની અણઘડ કામગીરી: વોર્ડ નં. 9 માં ગટરના પાણી વચ્ચે જ પેવર રોડ બનાવતા રહીશોમાં રોષ

રોડની ચાલતી કામગીરી દરમ્યાન પાલિકાના અધિકારીઓ હાજર ન રહેતા અનેક સવાલો ઉઠયા

પાટણ નગરપાલિકા દ્વારા ગત ટર્મમાં મંજૂર કરવામાં આવેલ શહેરના વોર્ડ નં.૯ માં બળિયાપાડાથી ઠક્કરબાપા સ્કૂલ અને રાવળવાસ સુધી ના પેવર માગૅ બનાવવાની કામગીરી શનિવારે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ વિસ્તારના માગૅ પર ઉભરાઈ રહેલ ભૂગર્ભ ગટરના ગંદા પાણીના કારણે રોડ ની ગુણવંતા મામલે લોકોમાં સવાલો ઉભા થતાં ગંદા પાણી વચ્ચે રોડ બનાવવાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 

આ પેવર રોડની કામગીરી દરમ્યાન પાલિકાના એકપણ જવાબદાર અધિકારીઓ પણ હાજર ન હોય કન્સલ્ટન્ટની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. ડામર અને પાણીને આડ વેર હોવાથી આ વિસ્તારમાં રેલાતા ભૂગર્ભ ગટરના પાણી વચ્ચે હાથ ધરવામાં આવેલ પેવર રોડની કામગીરીની ગુણવંતા મામલે વિસ્તારના લોકોએ રોષ વ્યક્ત કરી પહેલા ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી બંધ કરાવી ત્યારબાદ જ આ નવીન રોડની કામગીરી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. તો પાલિકાના જવાબદાર અધિકારીઓએ પણ સ્થળ પર હાજર રહી પેવર રોડનું કામ કોન્ટ્રાક્ટ ર દ્રારા ગુણવંતા વાળું કરવામાં આવે તેવી તકેદારી રાખવી જરૂરી બની હોવાનું લોકો જણાવી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan Municipality

સંબંધિત સમાચાર