રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ નગરપાલિકા: કારોબારી ચેરમેનની નિમણૂક સામે વિપક્ષી કાઉન્સિલરો લાલઘૂમ

પાટણ નગરપાલિકા: કારોબારી ચેરમેનની નિમણૂક સામે વિપક્ષી કાઉન્સિલરો લાલઘૂમ

વિપક્ષે કા. ચેરમેનની વરણીને ગેરકાયદેસર ગણાવતા ચીફ ઓફિસરે નિયમો ટાંકી આક્ષેપો ફગાવ્યાં

પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ કારોબારી ચેરમેનની નિમણૂક તેમજ ઓફિસ ફાળવણીના મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલે વિપક્ષ અને ચીફ ઓફિસર સામ સામે આવી ગયા છે. નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે. વિપક્ષનો આક્ષેપ છે કે 19 મે 2026ના રોજ યોજાયેલી સામાન્ય સભાના એજન્ડામાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનો જ ઉલ્લેખ હતો. તેમ છતાં શાસક પક્ષ દ્વારા નિયમોને નેવે મૂકીને કારોબારી ચેરમેનની વરણી કરી દેવામાં આવી છે. વિપક્ષે વધુમાં જણાવ્યું કે, કારોબારીસમિતિની સત્તાવાર નિમણૂક થયા વિના જ નીલમ પટેલના નામની નેમપ્લેટ લગાવી દેવાઈ છે અને તેમને અલગ ઓફિસ પણ ફાળવી દેવામાં આવી છે, જે કાયદાકીય જોગવાઈઓની વિરુદ્ધ છે. વિપક્ષે ચીફ ઓફિસર પર પક્ષપાતી વલણ રાખવાનો આરોપ લગાવી તાત્કાલિક નેમપ્લેટ દૂર કરવાની માંગ કરી છે.બીજી તરફ, ચીફ ઓફિસર હિરલબેને આ મામલે વહીવટી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ચેરમેનની વરણી ગેરબંધારણીય હોવાનો નગરપાલિકા અધિનિયમમાં ક્યાંય ઉલ્લેખ નથી.શાસક અને વિપક્ષ વચ્ચેની રાજકીય નિવેદનબાજી સાથે વહીવટી તંત્રને કોઈ લેવા દેવા નથી.નગરપાલિકા અધિનિયમ મુજબ ચેરમેન કે પ્રમુખ માટે કેબિન બનાવવી એ ખોટી બાબત નથી, તેમજ નેમપ્લેટ લગાવવા કે ઓફિસમાં બેસવા પર કોઈ કાયદાકીય મનાઈ નથી. કારોબારી ચેરમેન તરીકે જાહેર થયેલી વ્યક્તિ સત્તાવાર સરકારી કામકાજ ન કરી શકે, પરંતુ પ્રિમાઈસીસમાં બેસી શકે છે. નિયમોમાં ચેમ્બર ન ફાળવવી તેવી કોઈ જોગવાઈ નથી. ચીફ ઓફિસરે આ સમગ્ર મુદ્દે વિપક્ષને લેખિતમાં સત્તાવાર જવાબ આપવાની ખાતરી આપી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan Municipality

સંબંધિત સમાચાર