રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ પાલિકાનો આદેશ : નાગેશ કોર્પોરેશનને લેગસી વેસ્ટ નિકાલમાં ગેરરીતિ બદલ રૂ. 6.83 કરોડ જમા કરાવવા તાકીદ

પાટણ પાલિકાનો આદેશ : નાગેશ કોર્પોરેશનને લેગસી વેસ્ટ નિકાલમાં ગેરરીતિ બદલ રૂ. 6.83 કરોડ જમા કરાવવા તાકીદ

15 દિવસમાં રકમ ભરપાઈ નહીં કરાઈ તો ફોજદારી કાર્યવાહી કરાશે : સીઓ

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે માખણીયા વિસ્તારમાં લેગસી વેસ્ટના નિકાલના કોન્ટ્રાક્ટમાં સમય મર્યાદામાં પુણૅ ન થતાં અને વ્યાપક અનિયમિતતાઓ બદલ કડક કાર્યવાહી કરી છે.તેમણે કોન્ટ્રાક્ટર એજન્સી નાગેશ કોર્પોરેશનને 6,83,62,240ની રકમ 15 દિવસમાં પાલિકામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જો આ રકમ નિયત સમયમાં જમા કરવામાં નહીં આવે તો એજન્સી સામે ભારતીય દંડ સંહિતા (IPC) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

નગરપાલિકા દ્વારા નાગેશ કોર્પોરેશનને વર્ષ 2023માં 73 ટકા ઊંચા ભાવેકચરાના નિકાલ માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ચીફ ઓફિસરની તપાસમાં સામે આવ્યું છે કે, એજન્સીએ 1 માર્ચ, 2025ના રોજ સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી ખોટી રીતે કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું.રેકોર્ડ મુજબ, એજન્સીને 20 સપ્ટેમ્બર, 2023ના રોજ વર્ક ઓર્ડર મળ્યો હતો,પરંતુ શરૂઆતના ત્રણ મહિના વીજ કનેક્શન ન હોવાથી અને ત્યારબાદ ચોમાસાના કારણે કામગીરી થઈ ન હતી. નિર્ધારિત સમય સુધીમાં લેગસી વેસ્ટનો નિકાલ કરવાનો હોવા છતાં એજન્સીએ તે કામગીરી પૂર્ણ કરી ન હતી.નાણાકીય ગણતરી અને મશીનરીની ક્ષમતા અંગેની તપાસમાં મોટો ખુલા

સો થયો છે. એજન્સીએ 25 ઓક્ટોબર, 2024 થી 1 માર્ચ,2025 સુધીના માત્ર 127 દિવસમાં 2.17 લાખ ટન કચરાનો નિકાલ કર્યો હોવાનોદાવો કર્યો છે,જે ઉપલબ્ધ મશીનોની ક્ષમતા જોતાં અશક્ય છે. વાસ્તવિક ગણતરી મુજબ,એજન્સી આ સમય ગાળામાં માત્ર 76,200 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ કરી શકતી હતી આમ છતાં એજન્સીએ નગરપાલિકા પાસેથી કુલ રૂ. 10,02,27,135 મેળવી લીધા હતા, જેમાંથી વધારાના ચૂકવાયેલા રૂ. 6,32,01,240 પરત ખેચવા આદેશ કરાયો છે.દંડની વિગતો મુજબ, એજન્સીએ કામપૂર્ણ થયાનું સર્ટિફિકેટ મેળવ્યા પછી પણ 1.40 લાખ ટન કચરો પ્રોસેસ કર્યા વગર રાખી મૂક્યો છે. 

આ બદલ 1 એપ્રિલ, 2026 સુધીનો પ્રતિદિન રૂ. 1,000 લેખે 3,97,000નો દંડ, પ્રોસેસ્ડ વેસ્ટના ટ્રાન્સપોર્ટમાં વિલંબ બદલ પ્રતિદિન રૂ. 10,000 થી રૂ. 39,70,000 અને ટેન્ડર બીડની જોગવાઈઓના ભંગ બદલ રૂ. 7,94,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.આમ, કુલ રૂ. 6,83,62,240 ની રકમ વસૂલવાની નોટિસ ફટકારવામાં આવી છે.ચીફ ઓફિસરે જણાવ્યું છે કે એજન્સીની કામગીરી સંતોષકારક રહી નથી અને સરકારી નાણાંની ગેરરીતિ મામલે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર