રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ1 મે, 2025| Super Admin

પાટણ; સામાન્ય સભામાં રજૂ થયેલા મોટાભાગના કામો સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યા છે, પાલિકા પ્રમુખ

પાટણ; સામાન્ય સભામાં રજૂ થયેલા મોટાભાગના કામો સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યા છે, પાલિકા પ્રમુખ

સામાન્ય સભામાં રજૂ થયેલા મોટાભાગના કામો સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યા છે: પાલિકા પ્રમુખ, પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે બુધવારની બપોરે ૪-૦૦ કલાકે સામાન્ય સભાની બેઠક પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં એજન્ડા પરના ૪૫ કામો અને વધારાના ૪ કામો મળી કુલ ૪૯ કામો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. પાલિકાની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના ૪૫ કામો રજુ કયૉ બાદ પાલિકા પ્રમુખ દ્વારા રજૂ કરાયેલા વધારાના ચાર કામો માં પહેલું કામ પાલિકાની વોટર વકૅ શાખા અને બાંધકામ શાખાના રોજમદારને યુનિવર્સિટી ની જેમ પગાર ચુકવવા, બીજું કામ પાટણ નગર પાલિકાના લેબરકોટૅ ના વકિલ તરીકે નિમણૂક મામલે આવેલ વિપુલ ત્રિવેદી ની અરજી મુદ્દે અને ત્રીજુ કામ રેલવે સ્ટેશનથી કોલેજ રોડ સુધી નવીન બની રહેલ ઓવર બ્રિજને પાટણના દાનવીર દાતા શેઠ કિલાચંદ દેવચંદ બ્રિજ નામ આપવા અને અંતમાં ચોથું કામ ચાણસ્મા- પાટણ-ડીસા હાઇવે અને ઊંઝા ત્રણ રસ્તા જેવા જુદા જુદા ૧૦ માગૅ પર ફલડ લાઈટની કામગીરી બાબતે ના કામો રજુ કરવામાં આવ્યા હતા. પાલિકા ખાતે બુધવારે મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના ૪૫ અને વધારાના ૪ મળી કુલ ૪૯ કામો પૈકી મોટાભાગના કામોને સર્વાનુંમતે મંજૂર કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર