રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ LCBની મોટી કાર્યવાહી: સિદ્ધપુરમાંથી ૧૨૦૦ બોટલ વિદેશી દારૂ અને કાર સાથે બે આરોપી ઝડપાયા

પાટણ LCBની મોટી કાર્યવાહી: સિદ્ધપુરમાંથી ૧૨૦૦ બોટલ વિદેશી દારૂ અને કાર સાથે બે આરોપી ઝડપાયા

પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયીની પ્રોહીબિશન પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની સૂચનાના પગલે એલસીબી પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સરસ્વતી નદીના બ્રિજ પર વોચ ગોઠવવામાં આવી હતી.

વોચ દરમિયાન GJ 08 CR 2637 નંબરની સફેદ હ્યુન્ડાઈ આઈ-10 કાર પસાર થતાં તેને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી પાસ-પરમિટ વગરનો 1200 નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 3,27,600 આંકવામાં આવી છે. પોલીસે રૂ. 4,50,000ની કિંમતની કાર અને રૂ. 30,000ની કિંમતના બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા.

આ કેસમાં પોલીસે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાછડાલ ગામના અંકિતકુમાર ઈશ્વરભાઈ અને સચીનભાઈ પોપટભાઈ નામના બે શખ્સોને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ભરાવનાર રાજસ્થાનના રાણીવાડા તાલુકાના કોટડા ગામના હનુમાનરામ ઢાકા(બિશ્નોઈ)અને દારૂ મંગાવનાર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ખેડા ગામના જસવંતસિંહ બહાદુરસિંહ રાણાની સંડોવણી સામે આવી છે. આ બંનેને વોન્ટેડ જાહેર કરી સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર