સિધ્ધપુર-રાધનપુર અને હારીજ પંથકમાં ચાલતા જુગાર ધામો પર પાટણ એલસીબી ના દરોડા..!

કુલ ૩૧ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી..!
પાટણ એલસીબી ના દરોડા ને લઇ જુગારીઓ મા સનસનાટી મચી; પાટણ એલસીબીએ સિધ્ધપુર ટાઉન માંથી જુગાર ધામ ઝડપી ૨૧ જુગારીઓને રોકડ રકમ સહિતના મુદામાલ સાથે રૂ.૨.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તો એલસીબી દ્રારા જુગારધામ પર ઓચિંતો છાપો મારતા જુગારીઓ મા સનસનાટી મચી જવા પામી હતી.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહી-જુગાર લગતની ગે.કા. પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી.ટીમ સિધ્ધપુર પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ હકીકત આધારે સિધ્ધપુર શહેરના મયાનગર જગદીશ સોસાયટી ખાતે જુગાર અંગે રેડ કરતા કુલ ૨૧ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી રોકડ રકમ રૂ. ૫૧,૨૦૦ તથા મોબાઇલ નંગ-૨૦ કિ.રૂ.૧,૮૭,૦૦૦ જુગાર સાહિત્ય મુદ્દામાલ સાથે કુલ ૨,૩૮,૨૦૦નો મુદામાલ જપ્ત કરી જુગાર ચલાવનાર ઇસમ હાજર મળી નહી આવતા કુલ રર ઇસમો વિરૂધ્ધમાં સિધ્ધપુર પો.સ્ટે જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી સિધ્ધપુર પો.સ્ટે.ને સોપવામાં આવી છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#radhanpur#public safety#Police Patrol#Cash Seizure#Community Impact#Law Enforcement Action#Illegal Gambling Operations#District Superintendent of Police#Crime Reporting#Gambling Act#Patan LCB Raids#Gambling Dens#Sidhpur#Harij Panthak#Gambler Arrests
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
