પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા વારાહી ટોલબુથ પર મારામારીની ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ટોલબૂથ પર ટેકનિકલ ખામી સર્જાતા ગાડી પસાર થવા મામલે શરૂ થયેલી બોલાચાલી બાદ મારામારીમાં પરિણમી હતી. આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી હતી અને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુરમાં વારાહી ટોલબુથ પર થયેલી મારામારીની ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી લીધી છે. કાર ચાલક પર કરાયેલા હુમલામાં પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીઓને પકડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે વાયરલ થયેલા વીડિયોને આધારે પાંચ લોકોની અટકાયત કરી છે. આ કેસમાં સામ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ ટોલટેક્સ પર ફરજ બજાવતા ત્રણ ઠાકોર તેમજ બે બુસ્લિમ આરોપીની અટકાયત કરી છે. જ્યારે સ્કોર્પિયોમાં સવાર બે લોકોની અટકાયત બાકી છે. સાંતલપુરના વારાહી ટોલબુથ પર ગાડીમાં સવાર લોકો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ગાડી મુકવા બાબતે બબાલ થઈ હતી. બંને પક્ષોએ એક બીજા પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનામાં ટોલનાકાના કર્મચારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગાડીમાં સવાર ત્રણથી ચાર લોકો સામે કાર્યવાહી કરવા માગ કરાઈ હતી. પોલીસે આ ઘટનામાં પાંચ લોકોની અટકાયત કરી છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ; વારાહી ટોલબુથ પર મારામારીની ઘટના પાંચ આરોપીની અટકાયત રીકન્સ્ટ્રક્શન કર્યું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#public safety#Patan district#Law Enforcement Action#Santalpur Taluka#Gujarat News#Vehicle Dispute#Police Reconstruction#Varahi Tollbooth#Viral Video Incident#Tollbooth Fight
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
1 દિવસ પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
