રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા ૪૦ જેટલા ગેર કાયદેસરના પાણી કનેક્શન કાપ્યા

પાટણ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા ૪૦ જેટલા ગેર કાયદેસરના પાણી કનેક્શન કાપ્યા
ગેરકાયદેસરના કનેક્શન મેળવી પાણીની ચોરી કરનારાઓને રૂ.૨૦ દંડ ફટકાર્યો; પાટણ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પાણી કનેક્શન મેળવનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી ૪0 જેટલા ગેરકાયદે લીધેલ પાણી કનેક્શનો કાપી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પેટ્રોલ પંપ-હોટલ સહિત દોષિતોને રૂ.૨૦ હજારનો દંડ પણ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.પાટણ જિલ્લા પુરવઠા વિભાગે પોલીસ તંત્રની મદદથી હાથ ધરેલ કાર્યવાહીમાં રાધનપુર જૂથ પાણી યોજના અંતર્ગત સાતૂનથી સાંતલપુર લાઈન પરથી ૪0 ગેરકાયદે જોડાણો શોધી કાઢ્યા છે. આ તમામ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે. રાધનપુરથી સાતુન સુધીની ૬૦૦ એમએમ ડાયાની ડીઆઈ પાઈપલાઈન દ્વારા સાંતલપુર તાલુકાના ૬૨ અને રાધનપુર તાલુકાના ૫ ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે. તંત્રને પાઈપ લાઈનમાંથી પાણીની ચોરી થતી હોવાની જાણ થઈ હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કમિટીએ આ મામલે કાર્યવાહીનો નિર્ણય લીધો હતો.તપાસ દરમિયાન હોટલ માલિકો, પેટ્રોલપંપના સંચાલકો અને અન્ય રહીશો દ્વારા ગેરકાયદે કનેક્શન લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં તેઓ પાણીની ચોરી કરી રહ્યા હતા. તપાસમાં મળેલા દોષિતોને રૂ.૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે  આ મામલે ચેકિંગની કામગીરી ચાલુ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર